ગુજરાતમાં PTCમાં પ્રવેશ માટે છાત્રો-વાલીઓની રઝળપાટ: ‘ઓફલાઇન’ ફોર્મનો ફતવો ,
ડિજીટલ યુગમાં કોલેજે-કોલેજે ફરીને ફોર્મ ભરવાની વિચિત્ર વ્યવસ્થા: અનેક ખાનગી કોલેજે ‘હાઉસફુલ’ કરી નાંખ્યું: એ.સી. ઓફિસમાં બેસનારાઓને રીચાર્જ કરવાની જરૂર ,

ગુજરાતમાં પી.ટી.સી. એડમીશન માટે ફોર્મ ભરવાનુ ચાલુ છે. હાલના ડીઝીટલ યુગમાં તમામ એડમીશન માટે ઓનલાઈન ફોર્મ ભરાય છે પણ આટલા ડીઝીટલાઈઝેશનમા પણ એકમાત્ર PTC એવો કોર્સ છે.
જેમા ઓફલાઈન ફોર્મ ભરવાનુ અને દરેક કોલેજે કોલેજે રૂબરૂ જઈને ફોર્મ ભરવાનું વાલીઓ અને વિદ્યાર્થીઓ 10 દિવસમા દોડી દોડીને કેટલી કોલેજમા ફોર્મ ભરી શકે?? એમાયે ખાનગી કોલેજ વાળાએ તો જાહેરાત આવ્યા પહેલા લાગતા વળગતાને એડમીશન આપી દિધા છે. અને હવે કોઈના ફોર્મ જ સ્વિકારતા નથી.
સરકારી, ગ્રાન્ટેડ કોલેજમા ફોર્મ તો સ્વિકારે છે. પરંતુ એડમીશન માટે વેઈટીંગ ઉપર વેઈટીંગ રાઉન્ડ બહાર પડશે અને પારદર્શકતા કે મેરીટની જરાય ગેરન્ટી નથી. સરવાળે ત્યા પણ લાગતા વળગતા ગોઠવાઈ જશે અને એક ગરીબ, મધ્યમવર્ગનો વાલી પોતાના દિકરી/દિકરાને શિક્ષક બનાવવાનો વિચાર કરતો રહિ જશે
ખેડૂતને એક ખાતર કે બીયારણ લેવા માટે પણ ઓનલાઈન કરાવતી સરકાર શું આવડી મહત્વની ભાવી શિક્ષક બનવાની એડમીશન પ્રોસેસ ઓનલાઈન કે પારદર્શક નથી કરી શકતી? વાલીઓ અને તેના બાળકો. બિચારા આવા ધોમ તડકાના બસ, રીક્ષા કે લોકલ વાહનો બેસીને પછડાતા, ઠોકરો ખાતા 150-200 કી.મી. કાપી ફોર્મ ભરવા કોલેજે જાય ત્યા કોલેજવાળા તો અમારો કવોટા પુરો થય ગયો,હવે જગ્યા નથી આવુ ખુમારીથી કહી દે છે. આવી સંસ્થાઓમાથી બનનારા ભાવિ શિક્ષકો કેવા હશે ?
એક કરતા વધુ કોલેજમા ફોર્મ ભરવાની છુટ તો આપી પણ તંત્રને એ વિચાર ન આવ્યો કે 10 દિવસમા વાલી રખડી રખડીને કેટલી કોલેજમા ફોર્મ ભરી શકે??? પ્રવેશ માટે વિદ્યાર્થીઓના અતિશય ધસારા વચ્ચે રોજનુ એક કોલેજમા માંડ માંડ ફોર્મ ભરી શકાય. પોતાના બાળકને એડમીશન માટે વધુમા વધુ કોલેજમા ફોર્મ ભરવા વાલીઓ બીચારા બેબાકળા બન્યા છે.
પણ આ વાલીઓ પાસે કયા ફોર વ્હિલ છે કે મોંઘા ટીકીટભાડા ખર્ચવાની સગવડ છે ?? સસ્તા ભાડામા એકાદ કોલેજમા માંડ ફોર્મ ભરી થાકીને સુઈ જાય છે. સવારે પાછા ઉઠીને બીજી કોલેજની બસ પકડવાની.એ.સી. ઓફીસોમા બેસીને આવા તઘલખી નિર્ણયો લેતા અધીકારીઓને એક દિવસ એક કોલેજમા આ રીતે 4-5 વાહનો બદલી (એમા લોકલ બસ, ખટારો અને રીક્ષા પણ આવી જાય) ફોર્મ ભરવા જાય તો ખબર પડે કે કેટલુ અઘરુ છે.
આ બધુ ગેરરીતી રોકવાનો એક જ ઉપાય છે જુની સેન્ટ્રલાઈઝ એડમીશન પ્રોસેસ નહિતર ગરીબ વાલીઓ પીસાતા રહેશે અને લાગવગથી પીટીસી કરી ભાવી શિક્ષકો બનતા રહેશે. એવું PTC એડમીશનથી તદન કંટાળેલા વિદ્યાર્થીઓ અને વાલીઓએ જણાવ્યું છે.