જાણવા જેવું

દુનિયાની મોટી કંપનીઓને રોકાણ માટે આકર્ષિત કરવા.મેન્યુફેકચરીંગને પ્રોત્સાહન આપવા માટે સ્કીમની ગાઈડલાઈન જાહેરાત કરી હતી

કંપનીઓએ કમ સે કમ 4150 કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડશે : 15 ટકા કસ્ટમ્સ ડયુટી પર પાંચ વર્ષ સુધી ઈમ્પોર્ટ કરવાની સુવિધા

સરકારે દેશમાં ઈલેકટ્રીક પેસેન્જરકારોના મેન્યુફેકચરીંગને પ્રોત્સાહન આપવા માટે સ્કીમની ગાઈડલાઈન સોમવારે જાહેરાત કરી હતી. આ સ્કીમનો ઉદેશ આ સેગમેન્ટમાં દુનિયાની મોટી કંપનીઓને રોકાણ માટે આકર્ષિત કરવા અને ભારતને ઈવી મેન્યુફેકચરીંગનું ગ્લોબલ હબ બનાવવાનો છે.

સ્કીમ અંતર્ગત અહી મેન્યુફેકચરીંગ કરનારી કંપનીઓ માટે ઈમ્પોર્ટ ટેકસમાં રાહત સહિત લાભ મળશે. આ લાભ લેવા માટે કંપનીએ કમ સે કમ 4150 કરોડ રૂપિયા એટલે કે લગભગ 50 કરોડ ડોલરનું રોકાણ કરવું પડશે.

સાથે સાથે આ રોકાણના 3 વર્ષમાં જ પ્રોડકશન શરૂ થઈ જવું જોઈએ. હવે ઈન્ડસ્ટ્રીઝ મીનીસ્ટર એચડી કુમારસ્વામીએ ગાઈડલાઈન્સ જાહેર કરતા કહ્યું હતું કે મર્સીડીઝ બેન્ઝ, હુંડાઈ, સ્કોડા, ફોકસવેગન અને કિઆ સહિત મોટી વિદેશી કાર કંપનીઓએ આ સ્કીમ પર ઈન્ડસ્ટ્રીની સાથે વિચાર-વિમશ દરમિયાન ભારતમાં ઈવી મેન્યુફેકચરીંગમાં રસ દેખાડયો હતો.

સ્કીમ અંતર્ગત કંપનીઓને સ્કીમ અંતર્ગત કંપનીઓને મિનીમમ 35000 ડોલરની સીઆઈએફ વેલ્યુ વાળી ઈલેકટ્રીક કારોની કમ્પ્લીટલી બિલ્ટ યુનિટસને 15 ટકાની રાહત કસ્ટમ્સ ડયુટી પર આયાત કરવાની મંજુરી અપાશે. દર વર્ષે 8000 કારની આયાત કરી શકાશે.

નવી દિલ્હી: ઈ-વાહન નીતિ જાહેર કરતી વખતે કેન્દ્રીય ભારે ઉદ્યોગમંત્રી એચડી કુમારસ્વામીએ સોમવારે ટેસ્લાને લઈને ખુલાસો કર્યો હતો કે ટેસ્લા ભારતમાં ઈલેકટ્રીક કાર નહીં બનાવે, તે દેશમાં માત્ર શો રૂમ સ્થાપિત કરવા માંગે છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button