રાજ્યમાંથી એક મોટા કૌભાંડની હારમાળા સામે આવી રહી છે. વિધવા પેન્શન યોજનાને લઇને મોટું કૌભાંડ આચરાયુ હોવાની રાવ ઉઠી છે ,
સુત્રો તરફથી માહિતી છે કે, પતિ જીવતો હોવા છતાં કેટલીય મહિલાઓ વિધવા પેન્શન મેળવી રહી છે.

રાજ્યમાંથી પછી એક મોટા કૌભાંડની હારમાળા સામે આવી રહી છે. હાલમાં નર્મદા જિલ્લામાંથી વધુ એક મોટા કૌભાંડની આશંકા સેવાઇ રહી છે. જિલ્લામાં આરટીઇ પ્રવેશ કૌભાંડ બાદ હવે વિધવા પેન્શન યોજનાને લઇને મોટું કૌભાંડ આચરાયુ હોવાની રાવ ઉઠી છે. સુત્રો તરફથી માહિતી છે કે, પતિ જીવતો હોવા છતાં કેટલીય મહિલાઓ વિધવા પેન્શન મેળવી રહી છે.
નર્મદા જિલ્લામાં એક પછી એક કૌભાંડ બહાર આવી રહ્યાં છે. નર્મદામાં RTE કૌભાંડ બાદ વધુ એક કૌભાંડની આશંકા છે. RTE બાદ વિધવા પેન્શનના નામે કૌભાંડની આશંકા છે, RTEમાં કૌભાંડ આચરનારો દર્પણ પટેલની વિધવા પેન્શન કૌભાંડમાં સંડોવણીનો આરોપ લાગ્યો છે. સુત્રો તરફથી માહિતી છે કે, રાજપીપળામાં પોતાના પતિઓ હયાત હોવા છતા કેટલીય મહિલાઓ વિધવા પેન્શન મેળવી રહી છે. RTE પ્રવેશના કૌભાંડી દર્પણ પટેલની જ આ મોટા કૌભાંડમાં સંડોવણી હોવાના આરોપો લાગી રહ્યાં છે. લોકમુખે ચર્ચા છે કે, જો જિલ્લામાં પોલીસ યોગ્ય દિશામાં તપાસ હાથ ધરે તો આ મામલે મોટુ કૌભાંડ બહાર આવવાની શક્યતા છે. RTE પ્રવેશ કૌભાંડ મુદ્દે હાલ SITની ટીમ તપાસ કરી રહી છે. આ ગુનાના આરોપી દર્પણ પટેલે તાજેતરમાં જ ધરપકડથી બચવા હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી પણ કરી દીધી છે.
નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુંબે દ્વારા એસઆઈટી (SIT)ની રચના કરવામાં આવી છે. નર્મદા એએસપી લોકેશ યાદવ આ ટીમના અધ્યક્ષ છે, જ્યારે રાજપીપળા ટાઉન પીઆઈ વી.કે. ગઢવી તથા એસ.ઓ.જી પીઆઈ યોગેશ સિરસાઠ સભ્ય તરીકે નિમાયા છે. હાલ તો આ કેસમાં કોઈ આરોપી પકડાયો ન હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ SITની રચના બાદ પોલીસની ટીમ આ કૌભાંડના ફરાર મુખ્ય આરોપી દર્પણ પટેલને ઝડપી પાડવા માટે આકાશ પાતાળ એક કરી રહી છે. આ તમામની વચ્ચે સાંસદ મનસુખ વસાવાએ બનાવટી આવકના દાખલા કૌભાંડનો મુદ્દો ઉઠાવ્યો છે, આ બાબતે સાંસદે જણાવ્યું કે, આ મુદ્દે પોલીસે ફરિયાદ તો નોંધી પણ તપાસ કોઈ રાજકીય દબાણ હેઠળ ગોકળ ગતિએ ચાલી રહી છે. ફરિયાદના આટલા દિવસો થઈ ગયા છતાં કેમ કોઈ આરોપી હજુ પકડાયો નથી. ફરાર આરોપી દર્પણ પટેલ અને તેના સાગરીતોને નહીં પકડવા પાછળ કોનું રાજકીય દબાણ છે.
જોકે હવે સાંસદે મીડિયા સામે પોલીસ પર આક્ષેપ કરતા પોલીસે આ મુદ્દે તપાસ તેજ કરી છે અને આજે સુંદરપુરાના જે લોકોએ દાખલા કાઢવ્યા છે જેવા 100 થી વધુ લોકોને રાજપીપળા પોલીસ સ્ટેશન બોલાવી ખરાઈ કરવામાં આવી રહી છે. આ મુદ્દે SIT ના અધ્યક્ષ લોકેશ યાદવે જણાવ્યું હતું કે, ‘આ ખોટા દાખલામાં જે કોઈ પણ સંડોવાયેલ હશે એમને છોડવામાં આવે આવશે નહીં. જે લોકોએ દાખલા કઢાવ્યા છે અને જેમને આપ્યા છે એ ખોટા સાબિત થશે તો બન્નેને આરોપી ગણવામાં આવશે અને એમને જેલના હવાલે કરવામાં આવશે.’