મહારાષ્ટ્ર મહાયુતિમાં વિખવાદ : અજીત પવાર સામે પ્રધાનોની જ ફરીયાદ ,
જંગી બહુમતી સાથે સત્તામાં આવેલી મહાયુતિમાં દિવસેને દિવસે વધુને વધુ ઝઘડા થઈ રહ્યા છે. શિવસેના અને એનસીપી સતત એકબીજા સામે લડી રહ્યા છે ,

જંગી બહુમતી સાથે સત્તામાં આવેલી મહાયુતિમાં દિવસેને દિવસે વધુને વધુ ઝઘડા થઈ રહ્યા છે. શિવસેના અને એનસીપી સતત એકબીજા સામે લડી રહ્યા છે. રાયગઢનું પાલક પ્રધાનપદ હોય કે પછી ભંડોળની ફાળવણી.
શિંદે સેનાના તમામ પ્રધાનોએ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સામે ફરિયાદો કરી છે. આ કારણે, શિવસેના અને એનસીપી વચ્ચેનો મતભેદ વધુ વધવાની શક્યતા છે. પરિણામે મહાયુતિ સરકારમાં વિસંવાદિતા વધે તો આગામી દિવસોમાં સરકાર સામે સંકટ સર્જાઈ શકે છે.
શિવસેનાના નેતા એકનાથ શિંદેએ સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે તેમના પક્ષના તમામ પ્રધાનોની એક બેઠક યોજી હતી. આમાં સેનાના તમામ પ્રધાનોએ નાણાં પ્રધાન અજિત પવાર સામે ફરિયાદોની યાદી વાંચી સંભળાવી હતી.
પ્રધાનોએ શિંદેને એવી ફરિયાદ કરી છે કે અજિત પવાર ભંડોળ આપતા નથી અને વિકાસ કાર્યોમાં અવરોધ ઉભો કરે છે. શિવસેનાના તમામ પ્રધાનોએ અજિત પવારની કાર્યશૈલી અંગે સ્પષ્ટ શબ્દોમાં નારાજી વ્યક્ત કરી છે.