હાલમાં અમેરિકામાં અભ્યાસ કરવા કે પછી કામ કરવા માટે જવું મુશ્કેલ બની રહ્યું છે ; સિકયુરિટી સ્ક્રીનીંગ પૂર્ણ ન થાય ત્યા સુધી વિઝા નહી ,
અમેરિકાએ વિઝા ઈશ્યૂ માટે પણ હવે સ્ક્રુટિની વધારી દીધી છે અને યુએસ સ્ટેટ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીસ એ જણાવ્યું છે કે, જ્યાં સુધી તમામ સિક્યોરિટી સ્ક્રીનિંગ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી વિઝા ઈશ્યૂ કરવામાં નહીં આવે

હાલમાં અમેરિકામાં અભ્યાસ કરવા કે પછી કામ કરવા માટે જવું મુશ્કેલ બની રહ્યું છે, એટલું જ નહીં ટૂરિસ્ટ તરીકે જવું પણ જોખમી છે કેમ કે ટ્રમ્પના રાજમાં બદલાયેલી ઈમિગ્રેશન પોલિસીના કારણે વેલિડ વિઝા હોવા છતાં ડિપોર્ટ કરવામાં આવી શકે છે.
અમેરિકાએ વિઝા ઈશ્યૂ માટે પણ હવે સ્ક્રુટિની વધારી દીધી છે અને યુએસ સ્ટેટ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીસ એ જણાવ્યું છે કે, જ્યાં સુધી તમામ સિક્યોરિટી સ્ક્રીનિંગ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી વિઝા ઈશ્યૂ કરવામાં નહીં આવે.
એજન્સીએ જણાવ્યું છે કે, અમેરિકાની નેશનલ સિક્યોરિટી સૌથી મોટી પ્રાથમિકતા છે, જેથી તમામ પ્રકારના યુએસ વિઝા માટે સિક્યોરિટી સ્ક્રીનિંગ અત્યંત સખ્ત બનાવી દેવામાં આવ્યું છે, જેમાં લો એન્ફોર્સમેન્ટ અને કાઉન્ટરટેરરિઝમ ડેટાબેઝ સામેનું ચેકિંગ પણ સામેલ છે.
તેથી તમામ સિક્યોરિટી સ્ક્રીનિંગ સંપૂર્ણપણે પૂર્ણ ન થાય ત્યાં સુધી વિઝા ઈશ્યૂ કરવામાં નહીં આવે. જે લોકો નેશનલ સિક્યોરિટી સામે જોખમી લાગશે તેમને વિઝા ઈશ્યૂ કરવામાં નહીં આવે, કેમ કે અમેરિકનોની સુરક્ષા સૌથી મોટી પ્રાથમિકતા છે.
આ ઉપરાંત વિઝા ઈશ્યૂ થઈ ગયા એટલે સિક્યોરિટી ચેકિંગ સમાપ્ત થઈ ગયું તેવું પણ નથી કેમકે, ત્યારબાદ પણ સિક્યોરિટી ચેકિંગ ચાલું રહેશે. વિઝા હોલ્ડર્સે અમેરિકાના કાયદા અને ઈમિગ્રેશન નિયમોનું ફરજિયાતપણે પાલન કરવું પડશે, જો તેમ કરવામાં નહીં આવે તો તેમના વિઝા કેન્સલ કરવામાં આવશે અને તેને ડિપોર્ટ કરી દેવામાં આવશે.