ટોરોન્ટોના લોરેન્સ હાઇટ્સ વિસ્તારમાં મંગળવારે રાત્રે ગોળીબારથી એક વ્યક્તિના મોત અને ઘણા ઘાયલ થયા છે ,
સ્થાનિક પોલીસ ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહી છે અને સુરક્ષા વધારવા માટે તાકીદના પગલાં લઈ રહી છે.

કેનેડાના ટોરોન્ટોમાં લોરેન્સ હાઇટ્સ વિસ્તારમાં ગોળીબારની ભયાનક ઘટના બની છે. મંગળવારે રાત્રે લગભગ 8:30 વાગ્યે થયેલા આ ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું છે અને ઓછામાં ઓછા 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. એક રિપોર્ટ અનુસાર ટોરોન્ટો પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે. આ હુમલો ફ્લેમિંગ્ટન રોડ અને ઝાચેરી કોર્ટ નજીક થયો હોવાનું જાણવા મળ્યું છે.
ટોરોન્ટો પોલીસની કટોકટી ટીમો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને હાલ સમગ્ર મામલાની તપાસ ચાલુ છે. પોલીસનું કહેવું છે કે આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયા છે અને અન્ય 5 લોકો, જેમની ઉમર 18 થી 40 વર્ષ વચ્ચે છે, ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા છે.
ટોરોન્ટોના મેયર માઇક કોલે પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને પોલીસે ગંભીરતાપૂર્વક તપાસ ચાલુ રાખવાની જાહેરાત કરી છે. લોકોએ પોલીસ સાથે સહયોગ આપવા અને આ વિસ્તારમાં સાવચેત રહેવાની વિનંતી કરવામાં આવી છે.
આ ઘટના ટોરોન્ટો માટે ગંભીર ચિંતાનું વિષય બની છે, અને સ્થાનિક તંત્ર ગુનોખોબી અને સુરક્ષા માટે તાકીદે પગલાં લઈ રહ્યા છે. ઘાયલ લોકો માટે તાત્કાલિક સારવાર અને સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે. આ પ્રકારની હિંસક ઘટનાઓ સામે સમાજ અને પોલીસ બંદોબસ્તને મજબૂત કરવા માટે વધુ સાવધાની અને સખત પગલાં પોલીસ દ્વારા લેવામાં આવી રહ્યા છે.