ડિજીટલ ક્ષેત્રમાં વધતા જતા સાયબર ક્રાઈમમાં ગુજરાત એ દેશના સુરક્ષિત રાજયોમાં નથી ,
સાયબર ક્રાઈમમાં પોલીસ સુધી આ પ્રકારની ઘટનાઓ પહોંચે તે રેકોર્ડમાં દેશમાં છેક 24માં ક્રમે છે.

આર્થિક-નાણાકીય ક્ષેત્રમાં ગુજરાત એ દેશનું નંબર વન સમાન રાજય છે અને ગુજરાતની ઈકોનોમીને વાઈબ્રન્ટનું બિરુદ મળ્યું છે. પરંતુ હવે જે નાણાબજારનું હાર્દ બની રહ્યું છે તે ડિજીટલ ક્ષેત્રમાં વધતા જતા સાયબર ક્રાઈમમાં ગુજરાત એ દેશના સુરક્ષિત રાજયોમાં નથી અને સાયબર ક્રાઈમમાં પોલીસ સુધી આ પ્રકારની ઘટનાઓ પહોંચે તે રેકોર્ડમાં દેશમાં છેક 24માં ક્રમે છે.
મતલબ કે ગુજરાતમાં સાયબર ક્રાઈમનું રીપોર્ટીંગ ફકત 16% છે જે રાજયની જનતાની સાયબર-સાક્ષરતાનો અભાવ દર્શાવે છે. હાલમાં જ કેન્દ્ર સરકારના એક સર્વ કોમ્પ્રીહેન્સીવ મોડયુલર સર્વ ટેલીકોમ 2025માં આ અંગે ગુજરાતની સ્થિતિનું ચિંતાજનક ચિત્ર રજુ કરાયું છે.
જેમાં જણાવાયુ છે કે, ગુજરાતમાં આ પ્રકારના સાયબર ક્રાઈમ અને સાયબર ફ્રોડ નોંધાવવા માટે જે પોર્ટલ Gujaratcybercrime.org માં ખરેખર થતા સાયબર ફ્રોડમાં ફકત 16% લોકોજ આ પોર્ટલ મારફત ફરિયાદ નોંધાવે છે.
આમ સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાવવામાં દેશમાં ગુજરાત છેક 24માં ક્રમે છે. લોકોને હજું તેની સાથે થતા સાયબર ફ્રોડમાં પોલીસ સુધી કેમ પહોંચવું કે પછી કઈ રીતે ફરિયાદ કરવી, ખુદની કોઈ સંકોચભરી હોવા છતા પણ અપરાધીઓની સામે કાર્યવાહી થાય તે નિશ્ચિત કરવામાં પીછેહઠ કરી છે.
દેશભરમાં આ પ્રકારની ફરિયાદોની સરેરાશ 17.7% છે. જેનાથી પણ ગુજરાત હજુ પાછળ છે. આ પ્રશ્ન ડિજીટલ-સાક્ષરતાનો એટલે કે ડિજીટલ કામગીરીમાં તેઓ કેટલુ જાણો છો કે શિખો છો અને કયાં કોઈ અપરાધીના હાથમાં સપડાવું નહી તે અંગેની જાગૃતતાનો છે આ પ્રકારની સાક્ષરતામાં દિલ્હી પ્રથમ ક્રમે છે.
જો કે ત્યાં પણ હજું 35.4% લોકો સાયબર ક્રાઈમ વિરોધી પોર્ટલ સુધી પહોંચે છે. કર્ણાટકમાં તે 27.1% કોલકતામાં 25.7% મહારાષ્ટ્રમાં 23.4% તામિલનાડુમાં 21.6% આ પ્રકારે અપરાધ નોંધાય છે. જયારે સૌથી છેડે ત્રિપુરા છે. જયા 16% જ અપરાધો પોલીસ સુધી પહોંચે છે. આ આંકડા જાન્યુઆરીથી માર્ચ-2025 વચ્ચેના છે.
શા માટે સાયબર ક્રાઈમ સામે પોલીસ સુધી પહોંચાતુ નથી તેના એક પ્રશ્નના જવાબમાં લોકો સામેથી આ પ્રકારના ‘ફંદા’માં ફસાયા હોય છે અને તેથી ખુદની કૌટુંબિક-સામાજીક અને શરમજનક સ્થિતિ સર્જાય નહી તેથી આ પ્રકારે પોલીસ પાસે જવાનું ટાળે છે. જો કે પોલીસ પાસે આધુનિક ટેકનોલોજી છે જેથી તેઓ આ પ્રકારે અપરાધો સામે ઝડપથી કામ લે છે.