ગુજરાત

હવામાન વિભાગની આગાહી મુજબ 4 જૂન બાદ રાજ્યમાં હવે ગુજરાતનું જોર ઘટશે. આજે ગુજરાતના છૂટછવાયા વિસ્તારમાં વરસાદ પડશે

મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર,ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદનું અનુમાન છે. આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ 4 જૂન બાદ રાજ્યમાં હવે ગુજરાતનું જોર ઘટશે. આજે ગુજરાતના છૂટછવાયા વિસ્તારમાં વરસાદ પડશે.  રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સિસ્ટમની અસરના કારણે અરબી સમુદ્ર પરથી આવતા ભેજવાળા પવનના કારણે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના મોડલ મુજબ ગુજરાત રિજનમાં વરસાદ પડવાની શક્યા છે. હવામાન વિભાગે આજે 28 જિલ્લામાં વરસાદની આગાહી કરી છે.  ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્રના જિલ્લામાં વરસાદનું અનુમાન છે. સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં ગાજવીજ સાથે મધ્યથી હળવો વરસાદ વરસશી શકે છે. ગીર સોમનાથ, અમરેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે.  બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં પણ વરસાદનું અનુમાન છેય

મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર,ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદનું અનુમાન છે.  આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.  ભરૂચ,નર્મદા,સુરત, તાપી, નવસારીમાં પણ આજે વરસાદ વરસી શકે છે, ઉપરાંત ડાંગ, વલસાડ, દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ  હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે.

હવામાન વિભાગના મોડલના આંકલન મુજબ વાત કરીએ તો ગુજરાતમાં નિયત સમયે જ ચોમાસાનું આગમન થશે. એટલે કે  14 કે 15 જૂન આસપાસ જ નૈઋત્યના ચોમાસાનું આગમન થઇ શકે છે. કેરળથી નીકળેલું ચોમાસું મુંબઈમાં અટકી પડ્યું છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ ઉદભવ્યા બાદ ચોમાસું આગળ વધશે.રત્નાગિરી, મહાબળેશ્વર પર બનેલી સિસ્ટમ ત્યાં જ વિખેરાતા ચોમાસું અટક્યું છે.

હવામાન વિભાગની હળવાથી મધ્યમ વરસાદની આગાહી વચ્ચે  વલસાડ જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વલસાડ, ગુંદલાવ, ગોરગામ, સરોણ સહિતના વિસ્તારમાં વરસાદના આગમનથી વાતાવરણ આલહાદાયક બની ગયું  જો કે સવારના સમયે વરસેલા વરસાદથી નોકરી- ધંધાર્થે જતા લોકો અટવાયા હતા. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. મોડી રાત્રે દાહોદ જિલ્લામાં વરસાદ વરસ્યો. લીમખેડા, સીંગવડ, ધાનપુરમાં મેઘરાજાએ ઘરાને ભીંજવી હતી. આ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. પાટણ જિલ્લામાં  પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. સિદ્ધપુર તાલુકામાં એકાએક વાતાવરણ બદલાયું હતું. હળવા પવન અને  વાદળો વચ્ચે ધીમીધારે વરસાદનું આગમન થયું હતું. સિદ્ધપુર શહેરમાં  તેમજ નજીકના વિસ્તારમાં હળવા પવન સાથે વરસાદી ઝાપટાએ બફારા ગરમીથી રાહત આપી હતી.

News Click 24

Poll not found

Related Articles

Back to top button