દેશનુ સૌથી મોટું ડિમોલીશન : 20000થી વધુ ઈમારતોના ધ્વંશ થશે : 30000 પરિવારો વિસ્થાપીત
મધ્યપ્રદેશનું આ સિંગરોલી જીલ્લાનું મોખા ગામ દેશના ઉર્જા પાટનગર જેવું બનવા જઈ રહ્યું છે. અહી વેસ્ટર્ન કોલ ફિલ્ડને કોલસાનો મોટો ભંડાર મળ્યો છે. પ્રાથમીક અંદાજ આ સ્થળે 800 મીલીયન ટન કોલસો છે અને હજું વધુ હોઈ શકે છે.

દેશમાં બુલડોઝરની અનેક વખત ચર્ચા છે પણ હવે એક સૌથી મોટા કાનુની ડિમોલીશનમાં મધ્યપ્રદેશનું એક મોટું શહેર લગભગ પુરુ ધ્વંશ થવા જઈ રહ્યું છે અને 22000થી વધુ ઈમારતો પર બુલડોઝર ચાલશે.
મધ્યપ્રદેશનું આ સિંગરોલી જીલ્લાનું મોખા ગામ દેશના ઉર્જા પાટનગર જેવું બનવા જઈ રહ્યું છે. અહી વેસ્ટર્ન કોલ ફિલ્ડને કોલસાનો મોટો ભંડાર મળ્યો છે. પ્રાથમીક અંદાજ આ સ્થળે 800 મીલીયન ટન કોલસો છે અને હજું વધુ હોઈ શકે છે.
જયાં હવે કોલસાની ખાણોના નિર્માણ માટે હવે 30000થી વધુ પરિવારોને અન્યત્ર વસાવી દેવાયા છે જે ડિમોલીશન થશે તેમાં ચાર મોટી કોલેજો 20થી વધુ શાળાઓ અને અનેક હોસ્પીટલો તથા 5000થી વધુ નાની મોટી દુકાનો પણ જે 40-50 વર્ષથી અહી વસી ગયા હતા.
મોખા એ સિંગરોલીના મધ્યમાં આવેલું છે. ઉતરપ્રદેશ અને મધ્યપ્રદેશની સીમા પર તે આવ્યુ છે. કુલ 927 હેકટર જમીન આ સરકારી કોલ કંપનીને ફાળવી દેવાઈ છે. અહી આપણી બાદ જે તે અસરગ્રસ્તોને વળતર પણ અપાશે. રાજય સરકારે અલગથી ઓથોરિટી બનાવીને તમામને પુન:સ્થાપનમાં ન્યાય મળે તે નિશ્ચિત કર્યુ છે.
સિંગરોલી એક મોટુ મહાનગર છે પણ આ ડિમોલીશન પછી તેનો વિસ્તાર ત્રીજા ભાગનો રહી જશે. કોલફિલ્ડ માટે ખૂબજ વ્યાપક જગ્યા એવી સુરક્ષિત રખાઈ છે કે, રહેણાંક અને કોલસાની ખાણો તેના ટ્રાન્સપોર્ટેશન વિ. માટે પુરતી જગ્યા રહે અને બાકી જે રહેવાસીઓ છે તેને કોઈ સમસ્યા નડે નહી તથા નવા ક્ષેત્રમાં તમામ આધુનિક સુવિધાઓ અપાઈ છે.