કડી અને વિસાવદર વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી આગામી 19 જૂને યોજાવવા જઇ રહી છે. આ પેટા ચૂંટણીને લઇને ભાજપે સ્ટારપ્રચારકોની યાદી જાહેર કરી છે
પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પૂર્વ ડે.ચીફ મિનિસ્ટર નીતીનભાઇ પટેલ સહિતના દિગ્ગજ મહાનુભવોનો સમાવેશ થાય છે.

કડી અને વિસાવદર વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી આગામી 19 જૂને યોજાવવા જઇ રહી છે… આ પેટા ચૂંટણીને લઇને ભાજપે સ્ટારપ્રચારકોની યાદી જાહેર કરી છે. ભાજપે બન્ને બેઠકો પર પ્રચાર માટે કુલ 40 સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે.. આ સ્ટાર પ્રચારકોમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પૂર્વ ડે.ચીફ મિનિસ્ટર નીતીનભાઇ પટેલ સહિતના દિગ્ગજ મહાનુભવોનો સમાવેશ થાય છે.
મહત્વનું છે કે કડી બેઠક પર ભાજપે રાજેન્દ્ર ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે તો વિસાવદર બેઠક પર કિરીટ પટેલ ભાજપના ઉમેદવાર છે. કડી બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાની ટક્કર કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડા સાથે છે જ્યારે વિસાવદર બેઠક પર ભાજપના ઉમેદવાર કિરીટ પટેલની ટક્કર કોંગ્રેસના ઉમેદવાર નીતીન રાણપરા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા સાથે છે.
બન્ને બેઠકો પર 19 જૂને મતદાન હાથ ધરાશે અને 23 જૂને મતગણતરી હાથ ધરાશે.