ઈલોન મસ્કે ટ્રમ્પના ટેક્સ અને ખર્ચ સાથે જોડાયેલા બિગ બ્યુટીફૂલ બિલનો ફરી વિરોધ કર્યો છે ; સાંસદોને ફોન કરીને કહો ‘KILL the BILL’. ઈલોન મસ્કે સરર આ બિલનો વિરોધ કરી રહ્યા છે ,
ઈલોન મસ્ક સરકારી વિભાગ 'ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી' (DOGE) ના વડા રહી ચૂકયા છે, જોકે હવે આ વિભાગ નાબૂદ કરવામાં આવ્યો છે. તેથી, મસ્ક હવે આ બિલ સામે પોતાની બધી તાકાત એકઠી કરી રહ્યા છે.

ઈલોન મસ્કે ટ્રમ્પના ટેક્સ અને ખર્ચ સાથે જોડાયેલા બિગ બ્યુટીફૂલ બિલનો ફરી વિરોધ કર્યો છે. મસ્કે આ બિલને ‘અમેરિકાને નાદાર બનાવનાર’ બિલ ગણાવ્યુ અને પોતાના 20 કરોડથી વધી ફોલોવર્સને અપીલ કરી કે સાંસદોને ફોન કરીને કહો ‘KILL the BILL’. ઈલોન મસ્કે સરર આ બિલનો વિરોધ કરી રહ્યા છે. તેમણે આ બિલને બજેટ ખાધમાં વધારો કરનારું બિલ ગણાવ્યું છે.
ઈલોન મસ્ક સરકારી વિભાગ ‘ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી’ (DOGE) ના વડા રહી ચૂકયા છે, જોકે હવે આ વિભાગ નાબૂદ કરવામાં આવ્યો છે. તેથી, મસ્ક હવે આ બિલ સામે પોતાની બધી તાકાત એકઠી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે મોટા ખર્ચવાળા આ બિલો અમેરિકાને નષ્ટ કરી રહ્યા છે. બસ હવે બહુ થયું. આ બિલ અમેરિકાના દેવામાં વધુ 5 ટ્રિલિયન ડોલરનો વધારો કરશે અને આ દેશને ઝડપથી મોટી ખાધ તરફ દોરી જશે.
કેટલાક ટોચના રિપબ્લિકન નેતાઓએ ઈલોન મસ્કની ટીકાને ફગાવી દીધી છે. સેનેટર કેવિન ક્રેમરએ જણાવ્યું કે, ‘મને નથી લાગતું કે ઘણા સેનેટરો ઈલોનની વાતોમાં રસ ધરાવે છે. તે રમુજી છે, પરંતુ અમે ગંભીર નીતિ નિર્માતા છીએ, અમારે વાસ્તવિકતા સાથે કામ કરવું પડે છે.’
નોંધનીય છે કે આ બિલમાં કેટલીક એવી સબસિડી સમાપ્ત કરવાની વાત, જેનો લાભ ટેસ્લાને મળે છે. જેના કારણે મસ્કનો વિરોધ વધુ તીવ્ર બન્યો છે. તેમણે ટ્રમ્પના આ બિલને કૌભાંડોથી ભરેલું ગણાવતા કહ્યું કે, ‘મને ખેદ છે, પરંતુ હવે સહન નથી થતું. આ ખર્ચાઓથી ભરેલું, ગંદુ બિલ શરમજનક છે. જેમણે તેને મત આપ્યો છે, તેમને પોતાના આ કામ પર શરમ આવવી જોઈએ.’