બેંગલુરુમાં ભાગદોડમાં 11ના મોત, બાળકો-મહિલાઓ સહિત અનેક ગંભીર, મૃતકોના પરિવારજનો માટે 10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી અને ઘાયલોની મફત સારવારની વાત કરી હતી.
પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું કે ભાગદોડ છતાં સ્ટેડિયમની અંદર ઉજવણી ચાલુ રહી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં ભાગદોડ પર શોક વ્યક્ત કર્યો છે.

બેંગલુરુ: પહેલી વાર IPL ચેમ્પિયન બનેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ની જીતનો જશ્ન બુધવારે શોકમાં ફેરવાઈ ગયો હતો. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર લાખો ચાહકો આ ઉજવણીમાં ભાગ લેવા માટે ભેગા થયા બાદ ભાગદોડ મચી ગઈ હતી. આમાં 11 લોકો માર્યા ગયા હતા. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે ભાગદોડમાં 11 લોકો માર્યા ગયા છે અને 33 લોકો ઘાયલ પણ થયા છે, જે ખતરાથી બહાર છે. જોકે મૃત્યુઆંકમાં વધારો થઇ શકે છે તેવો સૂત્રો દાવો કરી રહ્યા ,
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે RCB ટીમનું સન્માન કરવામાં આવી રહ્યું હતું, પરંતુ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ભાગદોડ મચી ગઈ હતી. સ્ટેડિયમની બહાર લગભગ ત્રણ લાખ લોકો એકઠા થયા હતા. અમને આટલી મોટી ભીડની અપેક્ષા નહોતી. કોઈએ આની અપેક્ષા નહોતી રાખી. અમે આ માટે તૈયાર નહોતા. આ અકસ્માતે જીતનો આનંદ છીનવી લીધો. તેમણે મૃતકોના પરિવારજનો માટે 10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી અને ઘાયલોની મફત સારવારની વાત કરી હતી. ,
પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું કે ભાગદોડ છતાં સ્ટેડિયમની અંદર ઉજવણી ચાલુ રહી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં ભાગદોડ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારો સાથે મારી સંવેદના છે. હું ઘાયલોની સુખાકારી માટે પ્રાર્થના કરું છું.
પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું કે ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર લાખો લોકો એકઠા થયા હતા. અંદર પ્રવેશવા માટે નાસભાગ મચી ગઈ હતી. અંદરની બધી સીટો ભરાઈ ગઈ હતી. જે લોકો ઉભા હતા તેઓ બહાર નીકળી શક્યા નહીં, કારણ કે ગેટ ખોલતાની સાથે જ ભીડ અંદર પ્રવેશવા લાગશે.
કર્ણાટકમાં વિપક્ષી પાર્ટી ભાજપે કહ્યું કે આ ઘટના સરકારના કારણે બની છે. તેમને ખ્યાલ નહોતો કે કેટલા લોકો આવશે, શું સાવચેતી રાખવી પડશે. આ સુરક્ષામાં ખામી છે. ન્યાયિક તપાસ થવી જોઈએ.