જન્માષ્ટમી દરમિયાન દર વર્ષે રાજકોટમાં લોકમેળો યોજાય છે , રાજકોટના લોકોનો આતુરતાનો અંત આવ્યો છે જેમાં રાજકોટ ક્લેક્ટરે મેળાની તારીખો જાહેર કરી
રાજકોટમાં જન્માષ્ટમી નિમિત્તે યોજાતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો આ વર્ષે 14થી 18 ઓગ્સ્ટ દરમિયાન યોજાશે

જન્માષ્ટમી દરમિયાન દર વર્ષે રાજકોટમાં લોકમેળો યોજાય છે. છેલ્લા કેટલાક દિવસોથી લોકમેળાના સ્થળને લઈને અસમંજસ હતુ જેને લઈને હવે સ્પષ્ટતા આવી ગઈ છે. રાજકોટના લોકોનો આતુરતાનો અંત આવ્યો છે જેમાં રાજકોટ ક્લેક્ટરે મેળાની તારીખો જાહેર કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટનો લોકમેળો જૂના રેસકોર્સમાં જ યોજાશે.
રાજકોટમાં જન્માષ્ટમી નિમિત્તે યોજાતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો આ વર્ષે 14થી 18 ઓગ્સ્ટ દરમિયાન યોજાશે. જન્માષ્ટમી નિમિત્તે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાય છે. આ વર્ષે આ લોકમેળો 14થી 18 ઓગ્સ્ટ સુધી યોજાશે.
રાજકોટમાં યોજાનાર લોકમેળાના સ્ટોલ અને પ્લોટની હરાજીની તારીખ જાહેર કરાઈ છે. જો કે લોકમેળામાં યાંત્રિક રાઇડ્સને લઈને હજુ પણ અનેક સવાલ છે. ગત વર્ષ જેવી SOP રહેશે કે ફેરફાર થશે તે મોટો સવાલ છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે યાંત્રિક રાઇડ્સ ચાલુ કર્યા વગર જ લોકમેળો ખુલ્લો મુકાયો હતો.
લોકમેળમાં મેળામાં રમકડાં, ખાણીપીણી વગેરેના સ્ટોલ માટે ફોર્મ ભરવા ઈચ્છુક અરજદારો તારીખ 09/06/2025થી 13/06/2025 દરમિયાન અરજી કરી શકશે. અરજીપત્રક ઇન્ડિયન બેંક, તોરલ બિલ્ડીંગ, શાસ્ત્રી મેદાન સામે અને નાયબ કલેકટર કચેરી, પ્રાંત (શહેર-1) જૂની કલેકટર કચેરી, રાજકોટ ખાતેથી સવારના 11:00 વાગ્યાથી બપોરના 4 વાગ્યા દરમિયાન ફોર્મ મેળવી શકાશે. ફોર્મની કિંમત 200 રુપિયા રાખવામાં આવી છે.
આ પછી ભરેલા અરજી ફોર્મ તેમાં દર્શાવેલ રકમના ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે ઇન્ડિયન બેંક, તોરલ બિલ્ડીંગ, શાસ્ત્રી મેદાન, રાજકોટ ખાતે રજૂ કરવાના રહેશે. અરજી નિયત ફોર્મમાં જ કરવાની રહેશે. જુદી જુદી કેટેગરીની કિંમતની પૂરેપૂરી રકમ, ટેક્સની સૂચિત રકમ તથા ડીપોઝિટની પૂરેપૂરી રકમ મળીને ‘અધ્યક્ષ, લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેકટર રાજકોટ’ના નામનો કુલ રકમનો ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે રાખવો ફરજિયાત છે.
કેટેગરી-બી રમકડાંના 120 સ્ટોલ અને કેટેગરી-સી ખાણી-પીણીના 06 સ્ટોલ માટે તારીખ 23/06/2025 સોમવારના રોજ સવારે 11:00 વાગ્યે જ્યારે કેટેગરી-જે મધ્યમ ચકરડીના 3 પ્લોટ અને કેટેગરી-કે નાની ચકરડીના 12 પ્લોટ માટે સવારે 11:30 વાગ્યે તેમજ કેટેગરી-એ ખાણીપીણી મોટા 2 પ્લોટ અને બી1 કોર્નર ખાણી-પીણીના 44 પ્લોટ માટે તારીખ 24/06/2025ના મંગળવારે સવારે 11:30 વાગ્યે તો યાંત્રિક કેટેગરી-ઈના 5 પ્લોટ, એફના 3 પ્લોટ જીના 20 પ્લોટ અને એચના 6 પ્લોટની તારીખ 25/06/2025ના બુધવારે 11:30 વાગ્યે તથા કેટેગરી-એક્સ આઇસ્ક્રીમના 16 પ્લોટ અને કેટેગરી-ઝેડ ટી કોર્નરનો 1 પ્લોટની તારીખ 26/06/2025ના ગુરુવારે સવારે 11:30 કલાકે હરાજી થશે.