સુરતમાં સતત વધી રહેલ ક્રાઇમની ઘટના વચ્ચે હવે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે ; ડ્રગ્સના નશામાં ધૂત ઇસમે અડાજણ થી કામરેજ જતી બસમાં ચડી ઉત્પાત મચાવ્યો ,
નશા મુક્ત સુરત અને નશા મુક્ત ગુજરાતની વાતો કરતી પોલીસની જાણ બહાર આ માફિયાઓ પાસે ડ્રગ્સ આવ્યું ક્યાંથી ?

સુરતમાં સતત વધી રહેલ ક્રાઇમની ઘટના વચ્ચે હવે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતમાં નસેડી ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યા છે. એવામાં હવે BRTS બસમાં યુવકનો ડ્રગ્સના નશામાં વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પ્રાથમિક વિગતો મુજબ આ ઈસમ પાસેથી કોકેઇન ડ્રગ્સ અને ઇન્જેક્શનની સિરીંજ મળી હોવાનું સામે આવ્યું છે. ડ્રગ્સના નશામાં ધૂત ઇસમે અડાજણ થી કામરેજ જતી બસમાં ચડી ઉત્પાત મચાવ્યો હતો. આ સાથે વાયરલ વીડિયોમાં તે ગાળો બોલી રહ્યાનું સંભળાય છે. અહીં સૌથી મોટો સવાલ એ છે કે, નશા મુક્ત સુરત અને નશા મુક્ત ગુજરાતની વાતો કરતી પોલીસની જાણ બહાર આ માફિયાઓ પાસે ડ્રગ્સ આવ્યું ક્યાંથી ,
સુરત એટલે ગૃહ મંત્રી હર્ષ સંઘવીનો વિસ્તાર. સુરતથી અનેકવાર ક્રાઇમની ઘટનાઓ સામે આવતી હોય છે. જોકે તાજેતરમાં જે ઘટના સામે આવી તેને નશા મુક્ત ગુજરાતની વાતોને પોકળ સાબિત કરી છે. વાસ્તવમાં તાજેતરની ઘટના પરથી સુરત ડ્રગ્સ મામલે બની રહ્યું છે “ઉડતા પંજાબ”ની જેમ “ઉડતા સુરત”ની રહ્યાની સ્થિતિ બની છે. સુરતમાં ડ્રગ્સનો નશો કરાતો હોવાનો જીવતો પુરાવો સામે આવ્યો છે. વિગતો મુજબ સુરતની BRTS બસમાં ડ્રગ્સનો નસો કરીને નશેડીએ ઉત્પાત મચાવ્યો હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડીયામાં વાયરલ થઈ રહ્યો છે.
સુરતના BRTS બસમાં ડ્રગ્સ નસેડીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં યુવક પાસેથી કોકેઇન ડ્રગ્સ અને ઇન્જેક્શનની સિરીંજ મળી આવ્યું છે. આ નશેડી ઇસમે બસમાં ભારે ધમાલ મચાવી હતી. જેમાં અડાજણથી કામરેજ જતી BRTS બસમાં નસેડીએ ડ્રગ્સના નશામાં ઉહાપો મચાવ્યો હતો. આ નસેડીને ભાન જ ન હતું કે તે કઈ બસમાં બેઠો છે. વિગતો મુજબ ઈસમને કતારગામ જવાનું હતું અને કામરેજની બસમાં બેસી ગયો હતો. જે બાદમાં બસમાં કંડકટર અને સાથી મુસાફરોએ અડધે ઉતરવા કહ્યું તો આ નશેડીએ બસમાં ધમાલ મચાવી હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ આ વીડિયોમાં આ નશેડી ઈસમ યુવક પોતાને રોયલ કાઠિયાવાડી બતાવે છે. આ ઇસમે બસમાં કંડકટરને પોતાની પાસે રહેલા કોકેઇન ડ્રગ્સનું પેકેટ બતાવ્યું અને આટલું કોકેઇન ડ્રગ્સ પેકેટ 5000 રૂનું રાખતો હોવાનું કંડકટરને બતાવ્યું હતું. આ સાથે દોઢ લાખનો ફોન અને અઢી લાખની ઘડિયાળ બતાવી પોતે રોયલ હોવાનું બતાવ્યું હતું. ડ્રગ્સના નશામાં આ ઇસમે બસમાં મહિલાઓની હાજરીમાં ગાળાગાળી અને કંડકટર સાથે મારામારી કરી હતી. આ તરફ નસેડીએ ગાળા ગાળી કરતા બસમાં બેસેલી મહિલાઓ ડરી અને શરમાઈ બસમાંથી ઉતરી ગઈ હતી.
તમે દરરોજ જોતાં હશો કે, પોલીસ નશા મુક્ત ગુજરાતની વાતો કરી દરરોજ દારૂની એકાદ-બે બોટલ સાથે ઇસમોને પકડી કાર્યવાહી કરી ફોટોશૂટ કરાવતી હોય છે. આ સાથે પોલીસ તેમના ઓફિશિયલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંતે પોસ્ટ મૂકી કાર્યવાહી કરતી હોવાનું કહે છે. આ તરફ આપણાં દરિયાકાંઠે પણ અનેક વાર ડ્રગ્સ પકડાઈ ચૂક્યું છે. ડાયમંડ નગરી ગણાતી સુરત રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીનો વિસ્તાર છે તેવામાં અહીં ડ્રગ્સનું સેવન કરી બસમાં હોબાળો કરતો ઈસમ એ સાબિત કરે છે કે, તેને પોલીસનો કોઈ ડર નથી. હવે પોલીસ સામે પણ સવાલ થાય છે કે, પોલીસની જાણ બહાર આવા ઇસમો પાસે નશાકારક ડ્રગ્સ આવે છે ક્યાંથી ?