જાણવા જેવું
IPL ની ફાઇનલમાં મંગળવારે રોયલ ચેલેન્જર્સ બેન્ગલુરુએ ટ્રોફી જીતી ; કર્ણાટકમાં એક જ દિવસમાં 158 કરોડનો દારૂ વેચાયો ,
30 કરોડનાં બિયર તથા 128 કરોડના શરાબનુ વેચાણ ,
30 કરોડનાં બિયર તથા 128 કરોડના શરાબનુ વેચાણ ,
IPL ની ફાઇનલમાં મંગળવારે રોયલ ચેલેન્જર્સ બેન્ગલુરુએ ટ્રોફી જીતી લીધી, આ જીતની ખુશીનો કર્ણાટકમાં ઉજવણીનો એવો માહોલ હતો કે, દારૂની દુકાનો સામે લાંબી લાઇનો લાગી હતી અને લોકોએ દારૂ પીને જીતની ઉજવણી કરી હતી.
સત્તાવાર આંકડા જણાવે છે કે, કર્ણાટકમાં માત્ર 24 કલાકમાં 1.48 લાખ ક્રેટ બિયર વેચાયો હતો, જેનાથી 30.06 કરોડ રૂપિયાની આવક થઈ હતી.
બીજી તરફ 1.28 લાખ ક્રેટ અન્ય દારૂ વેચાયો હતો, જેનાથી 127.88 કરોડ રૂપિયાની આવક થઈ હતી. કુલ આંકડો 157.94 કરોડ રૂપિયા થયો હતો. આમ રાજ્ય સરકારની શરાબના વેચાણમાંથી થતી મહેસૂલી આવકમાં એક દિવસમાં અણધાર્યો વધારો થયો હતો.
Poll not found



