શશી થરૂર સર્વદલીય પ્રતિનિધિ મંડળની સાથે અમેરીકાનાં પ્રવાસે છે ત્યારે ; સવાલો ઉઠાવનાર કોંગ્રેસ ,
ત્યારે પાર્ટીમાં તેની સામે ઉઠતા વિરોધ પર પ્રતિક્રિયા આપી હતી. રાષ્ટ્ર હીતમાં કામ કરવુ પાર્ટી એકિટવીટી હોય તો આવા આરોપ લગાવનારાઓએ ખુદને જ સવાલ કરવો જોઈએ. શશી થરૂર ભાજપમાં સામેલ થવા મુદ્દે ઉઠેલા સવાલને પણ ફગાવી દીધો હતો.
કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા શશી થરૂર સર્વદલીય પ્રતિનિધિ મંડળની સાથે અમેરીકાનાં પ્રવાસે છે.ત્યારે પાર્ટીમાં તેની સામે ઉઠતા વિરોધ પર પ્રતિક્રિયા આપી હતી. રાષ્ટ્ર હીતમાં કામ કરવુ પાર્ટી એકિટવીટી હોય તો આવા આરોપ લગાવનારાઓએ ખુદને જ સવાલ કરવો જોઈએ. શશી થરૂર ભાજપમાં સામેલ થવા મુદ્દે ઉઠેલા સવાલને પણ ફગાવી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે, આ ડેલીગેશન પહેલગાવ આતંકી હુમલા અને ઓપરેશન સિંદુર બાદ ભારતનાં આતંકવાદ સામેના વલણને સ્પષ્ટ કરવા અહી આવેલ છે. જયારથી કેન્દ્ર સરકારે ડેલીગેશન સામે શશી થરૂરનું નામ લીસ્ટમાં સામેલ કરતા તેની સામે ત્યારથી કોંગ્રેસે આ મુદ્દે વાંધો ઉભો કર્યો હતો ત્યાં સુધી કે કોંગ્રેસે શશી થરૂરને સરકારનાં સુપર પ્રવકતા કહ્યા હતા.
જોકે શશી થરૂરે આ મામલે ખુબ સ્વસ્થતાથી જવાબ આપ્યા છે. જો કોઈ દેશ સેવા કરી રહયું હોય તો તેને આવી વાતોથી કોઈ ફરક નથી પડતો. તેમણે ભાજપમાં સામેલ થવાના સવાલ મુદ્દે કહ્યું હતું કે, હું લોકસભાનો સાંસદ છું અને હજુ મારા કાર્યકાળનાં 4 વર્ષ બચ્યા છે મને ખબર નથી કે આવા સવાલ કેમ પુછાઈ રહ્યા છે.
રાહુલ ગાંધીનાં ટ્રમ્પનાં ફોન બાદ મોદીને લઈને સરેન્ડર વાળા નિવેદન પર તેમણે કહ્યું હતું કે, લોકશાહીમાં પાર્ટીઓ વિરોધ ટીકા અને માંગ કરતી રહેતી હોય છે.અમારા વચ્ચે રાજનીતિક ભેદ રહેતા હોય છે પણ જયારે આપણે દેશની સીમા પાર કરીએ છીએ તો અમે ભારતીય થઈ જાય છીએ.



