ભારતનું સ્પષ્ટ વલણ – પહેલા આતંકવાદને ખતમ કરો, પછી વાતચીત : ત્રીજા પક્ષની દખલગીરી પણ ફગાવી ,
અગાઉ યુદ્ધવિરામમાં મદદ માટે તેમણે ટ્રમ્પનો આભાર માન્યો હતો. જો કે આ મુદ્દે ભારતે અગાઉ પણ પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, પહેલા આતંકવાદ ખતમ કરો પછી વાત થશે.
‘ઓપરેશન સિંદુર’ બાદ ખોખરુ થયેલું અને સિંધુ જળ કરાર રદ કર્યા બાદ પાકિસ્તાન ખોખરું થઈ ગયું છે, હાલ ભીખ પર નભી રહેલા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને આજીજી કરી છે કે ભારત સાથે તનાવ ઘટાડવામાં અને ભારત-પાકિસ્તાન સાથે વાત કરે તે મુદ્દે આજીજી કરી છે.
અગાઉ યુદ્ધવિરામમાં મદદ માટે તેમણે ટ્રમ્પનો આભાર માન્યો હતો. જો કે આ મુદ્દે ભારતે અગાઉ પણ પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, પહેલા આતંકવાદ ખતમ કરો પછી વાત થશે. શાહબાજ શરીફે વધુ એકવાર ટ્રમ્પને આજીજી કરી છે કે ભારત તેની સાથે વાતચીત કરે.
ઈસ્લામાબાદ સ્થિત અમેરિકી દૂતાવાસના એક કાર્યક્રમમાં સામેલ થવા શાહબાજ પહોંચ્યા હતા. આ તકે તેમણે ટ્રમ્પને ભારત સાથે વાતચીતને સુગમ બનાવવા આહવાન પણ કર્યુ હતું. જો કે આ મામલે ભારતનો સ્પષ્ટ મત છે કે વાતચીતમાં કોઈ ત્રીજો પક્ષ સામેલ નહીં થાય.



