ગુજરાત સર કારે કર્યો મોટો નિર્ણય ; હવે સરકારી મીટિંગ માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી , મીટિંગ 1 કલાકથી વધુ નહીં હોય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકારી બાબુઓએ મીટિંગમાં સમયનો સદઉપયોગ કરવો પડશે. જેના પગલે તમામ વિભાગોની મીટિંગ 1 કલાકથી વધુ નહીં હોય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

હવે સરકારી મીટિંગ માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. સરકારી બાબુઓએ મીટિંગમાં સમયનો સદઉપયોગ કરવો પડશે. જેના પગલે તમામ વિભાગોની મીટિંગ 1 કલાકથી વધુ નહીં હોય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે વહીવટી સુધારણા પંચની ભલામણો બાદ મીટિંગ માટે SoP જાહેર કરવામાં આવી છે.
મીટિંગ પહેલા, મીટિંગ દરમિયાન, મીટિંગ પછીની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. અપવાદરૂપ સંજોગો સિવાય મિટિંગ 1 કલાકથી વધુ નહીં કરવાની તમામ વિભાગને સૂચના આપવામાં આવી છે. યોગ્ય વ્યવસ્થાપન માટે મિટિંગ 3 દિવસ પહેલા નક્કી કરવાની રહેશે તેમજ મીટિંગ માટેના ત્રણ તબક્કાની માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. બહારગામના અધિકારીઓને વર્ચ્યુઅલી જોડાવવાનું રહેશે.
બેઠકનો સમય, સ્થળ, મુદ્દા અગાઉથી આપવાના રહેશે તેમજ મીટિંગના 5 મિનિટ પહેલા અધિકારીએ હાજર થવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે, અગાઉની બેઠક અંગેની માહિતી પણ આપવાની રહેશે તેમજ બેઠકમાં સભ્યોએ ભાગ લઈને સૂચનો આપવાના રહેશે. અધ્યક્ષે દરેક મુદ્દાની છણાવટ કરવાની રહેશે. અધ્યક્ષે મીટિંગના મુખ્ય મુદ્દા 24 કલાકની અંદર પહોંચાડવાની રહેશે અને બેઠકના નિર્ણયો, સમયમર્યાદા, નિર્ણયોના અમલ માટે ચોક્કસ જવાબદારી સોંપવાની રહેશે.