બેંગ્લુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર મચેલી નાસભાગમાં પોલીસે પહેલું મોટું એક્શન ; આરસીબી માર્કેટિંગ હેડ નિખિલ સોસલેની ધરપકડ કરી છે.
જ્ય સરકારના જણાવ્યા અનુસાર, ડીએનએ એન્ટરટેઈનમેન્ટે આરસીબીના વિજય ઉજવણીનું સંચાલન કર્યું હતું જ્યારે કેએસસીએએ તેનું આયોજન કર્યું હોવાનું કહેવાય છે.

શુક્રવારે ચિન્નાસ્વામી નાસભાગ કેસમાં પોલીસે બેંગલુરુ એરપોર્ટ પર આરસીબી માર્કેટિંગ હેડ નિખિલ સોસલેની ધરપકડ કરી છે. સોસલે જ્યારે મુંબઈ જતાં હતા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી. ગુરુવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી), કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (કેએસસીએ) અને ડીએનએ એન્ટરટેઈનમેન્ટ વિરુદ્ધ પ્રથમ એફઆઈઆર દાખલ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, ડીએનએ એન્ટરટેઈનમેન્ટે આરસીબીના વિજય ઉજવણીનું સંચાલન કર્યું હતું જ્યારે કેએસસીએએ તેનું આયોજન કર્યું હોવાનું કહેવાય છે. અહેવાલો અનુસાર, આ કેસ ભારતીય ન્યાય સંહિતાના પાંચ કલમો હેઠળ દાખલ કરવામાં આવ્યો છે, જેમાં કલમ 105નો સમાવેશ થાય છે, જે ગુનાહિત હત્યા સાથે સંબંધિત છે.
બેંગ્લુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર આરસીબીની આઈપીએલ ટ્રોફી જીતની ઉજવણી કરવા માટે ભેગી થયેલી ભીડમાં નાસભાગ મચી હતી જેમાં 11 લોકોના મોત થયાં હતા તથા ઘણા ઘાયલ થયાં હતા. આ ઘટના બરાબર ત્યારે બની જ્યારે સ્ટેડિયમની અંદર ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમાર વિજેતા ટીમનું ટ્રોફી સાથે સન્માન કરતાં હતા જેમાં વિરાટ કોહલી પણ હાજર હતો.
મીડિયા સાથે વાત કરતા, સિદ્ધારમૈયાએ કહ્યું કે જ્યારે મહાકુંભમાં ભાગદોડમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા ત્યારે તેમણે ટીકા કરી ન હતી. આવી ઘટનાઓ ઘણી જગ્યાએ બની છે. હું હવે તેની સરખામણી કરીને તેનો બચાવ કરવાનો નથી કે તે અહીં અને ત્યાં બન્યું. કુંભ મેળામાં 50-60 લોકો મૃત્યુ પામ્યા, મેં તેની ટીકા કરી નથી. હું આ ઘટનાનો બચાવ કરવા માંગતો નથી. અમારી સરકાર આના પર રાજકારણ નહીં કરે. મેં મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપ્યો છે અને 15 દિવસનો સમય આપ્યો છે. લોકોએ સ્ટેડિયમના દરવાજા પણ તોડી નાખ્યા. ભાગદોડ મચી ગઈ . કોઈને આટલી મોટી ભીડની અપેક્ષા નહોતી. સ્ટેડિયમમાં ફક્ત 35,000 લોકોની ક્ષમતા છે, પરંતુ 2-3 લાખ લોકો આવ્યા હતા.