આજે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિને રિપોર્ટ :ગુજરાતમાં ઘી – દૂધ – મસાલામાં સૌથી વધુ ભેળસેળ ,
પનીર સહિતની દૂધ આઈટમ, ખાદ્યતેલ અને બોટલબંધ પીવાના પાણી પણ આરોગ્ય માટે સલામત જણાયા નથી
દેશ અને દુનિયામાં આજે ખાદ્ય સુરક્ષા દિવસ મનાવી રહ્યું છે અને રોજબરોજ આપણે પાણીમાં પ્રદુષણ, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને હવામાં પણ પ્રદુષણની સ્થિતિનો સામનો કરી રહ્યા છીએ તથા ભાગ્યેજ તેમાં કોઈ સુધારો નોંધાયો છે.
તેમાં ગુજરાતમાં સૌથી વધુ ભેળસેળ, ઘી, દૂધ અને મસાલામાં થતી હોવાનું રાજયના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઘટસ્ફોટ કર્યો છે તે બાદ દૂધના ઉત્પાદનો, ખાદ્યતેલ, બોટલમાં કે ઘરે સપ્લાય થતા પીવાના પાણી, જેઓ અનેક વખત શુદ્ધતાની દ્રષ્ટિએ ગોલ્ડ સ્ટાન્ડર્ડના દાવા થતા હોય છે તેમાં પણ ભેળસેળ-બેકટેરીયા અને શરીરને હાની પહોચે તેવા તત્વો મોજૂદ હોય છે.
જો કે ફુડ એન્ડ ડ્રગ વિભાગનો દાવો છે કે છેલ્લા પાંચ વર્ષમાં આ પ્રમાણે અખાદ્ય કે હલકી ગુણવતાના ખાદ્ય પદાર્થોનું પ્રમાણ ઘટયુ છે. રાજયમાં ફુડ-ડ્રગ વારંવાર સેમ્પલીંગ-ચેકીંગ તથા જયાં ઉત્પાદન કે પ્રોસેસીંગ થતુ હોય ત્યાં ચકાસણી વિ. પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.
પરંતુ જે સૌથી સરળતાથી ઉપલબ્ધ છે તેવા ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ એ બહું સામાન્ય બાબત બની ગઈ છે. જેમાં ઘી એ સૌથી વધુ ભેળસેળ અને તેની ગુણવતાથી ઓછા માપદંડ ધરાવતુ જોવા મળે છે.
ધીમો સસ્તા પામ ઓઈલ કે સોયાબીનની ભેળસેળ થાય છે. પનીર અને માવામાં યુરીયા, જયારે મગફળીના તેલમાં રીફાઈન્ડ પામ ઓઈલની મિલાવટ થાય છે. મસાલામાં કૃત્રિમ અખાદ્યરંગ અને હલકી ગુણવતાના તેજાનાના મિકસ કરાય છે. ખાસ કરીને મરચા અને હળવદમાં રંગ લાવવા ખૂબજ હાનીકારક ઔદ્યોગીક રંગનો ઉપયોગ થાય છે.
આ અંગે ગુજરાત ફુડ એન્ડ ડ્રગ કમિશ્નર ડો. એચ.જી.કોશીયાનું કહેવું છે કે, ઉત્પાદકો કે વ્યાપારીમાં નફો વધારવા માટે જાહેર આરોગ્ય સાથે ચેડા કરે છે. અમોએ અવારનવાર સેમ્પલીંગ- ચકાસણી અને આ પ્રકારે ભેળસેળ કરનારા સામે ત્વરીત કાર્યવાહી કરીએ છીએ.
2021-22થી 2024-25ના પાંચ વર્ષમાં રાજયમાં ખાદ્ય ચીજોનું સેમ્પલીંગ 21596માંથી વધીને 60000થી વધુનુ થયુ છે. જેના કારણે અખાદ્ય ચીજો કે ભેળસેળ આવા વેચાતા ઉત્પાદનો સામે કાર્યવાહી અસરકારક બની છે.
જેમાં અખાદ્ય હોય તે લાંબા ગાળે શરીરને નુકસાન કરે છે પણ હેઝાડીયર્સ એટલે કે ખતરનાક કક્ષામાં થતી ભેળસેળ માનવ શરીરને મોટુ નુકશાન કરે છે તેવું ડો.કટેશિયાએ જણાવ્યું હતું. 2024/25માં જ આ વિભાગે 100 દરોડા પાડયા હતા અને રૂા.10.5 કરોડનો શંકાસ્પદ ખાદ્ય પદાર્થ ઝડપી પાડયો હતો.
જેમાં રૂા.6.21 કરોડના દંડ કરાયા છે અને 864 કેસ પણ દાખલ થયા છે. કુલ 60448 નમુનાઓએ 901 હલકી ગુજરાતના અને 104 અસલામત પુરવાર થયા હતા.



