જાણવા જેવું

ભારતમાં સેટેલાઈટથી લિંક ; સ્ટારલિંકને લીલીઝંડી અન્ય દેશોની તુલનામાં સ્ટારલિંકની સેટેલાઈટ ઈન્ટરનેટ સેવા ભારતમાં સસ્તી રહેશે ,

ગ્રામીણ સહિત જે વિસ્તારોમાં નેટવર્ક નથી પહોંચી શકતું ત્યાં સેટેલાઈટ ઈન્ટરનેટ આર્શિવાદરૂપ નિવડશે

એલન મસ્કની કંપની સ્ટારલીંકને ભારતમાં સેટેલાઈટ ઈન્ટરનેટ સેવાઓ માટે લાયસન્સ મળી ગયુ છે. જાણકારી મુજબ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન લાયસન્સ મેળવનારી સ્ટારલીંક હવે ત્રીજી કંપની બની ગઈ છે. આ પહેલા સરકારે વનવેબ અને રિલાયન્સ જિયોને પણ આવી સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે લાયસન્સ આપ્યુ છે. જયારે ચોથી અમેઝોનની કુઈપર હજુ પણ સરકાર પાસે લીલીઝંડી મળવાની રાહ જોઈ રહી છે.

સુત્રોનું કહેવુ છે કે કંપની તરફથી આવેદન કર્યાના 15-20 દિવસમાં જ કંપનીને ટ્રાયલ સ્પેકટ્રમ આપવામાં આવશે. ત્યારબાદ કંપની પોતાની સેવા શરૂ કરી શકશે.

સેટેલાઈટ એક અલગ ટેકનોલોજી છે.હાલમાં ઈન્ટરનેટ મોબાઈલ ટાવર કે પછી ઓપ્ટિકલ ફાઈબરથી પહોંચાડવામાં આવે છે. પરંતુ સેટેલાઈટ ઈન્ટરનેટમાં તારની જરૂર નથી પડતી તેમાં આપનો મોબાઈલ ફોન સીધો સેટેલાઈટ સાથે કનેકટ રહે છે. આ સેટેલાઈટ પૃથ્વીની નીચલા કક્ષામાં સ્થાપિત કરવામાં આવે છે અને તે પૃથ્વીથી 160 થી 2000 કિલોમીટર ઉપર રહેલો હોય છે.

હાલમાં અન્ય દેશોમાં સ્ટારલીંક સેવાની પ્રારંભિક કિંમત મોંઘી છે પરંતુ ભારતમાં એરટેલ, જિયોની સાથે ભાગીદારીથી આ કિંમતને ઘટાડીને વધુ સસ્તા પ્લાન પર લઈ જવાની આશા રખાઈ રહી છે.

4જી અને 5-જી મોબાઈલ ટાવરોથી કામ કરે છે. જેની પહોંચ સીમિત હોઈ શકે છે. સ્ટારલિંક સીધા પૃથ્વીની નીચલી કક્ષામાં સ્થાપિત સેટેલાઈટથી સિગ્નલ મોકલે છે એટલે તે એ જગ્યાએ પણ ઈન્ટરનેટ સુવિધા આપશે જયાં નેટવર્ક નથી પહોંચી શકતુ.

સ્ટારલિંકથી 10 એમબીપીએસથી માંડી 1 જબિપીએસ સુધીની સ્પીડ મળી શકે છે.  અલબત, આ સ્પીડ સ્થળ અને હવામાન મુજબ બદલી શકે છે. તેમ છતા તે સામાન્ય બ્રોડબેન્ડ અને મોબાઈલ નેટવર્કથી વધુ ઝડપી અને સ્થિર માનવામાં આવે છે.

ગ્રામીણ વિસ્તારોમાં જયાં નેટવર્ક નથી પહોચતુ ત્યાં સસ્તુ અને ઝડપી ઈન્ટરનેટ સેવા મળશે. શહેરી વિસ્તારોમાં બ્રેકઅપ ઈન્ટરનેટ કનેકશન તરીકે તેનો ઉપયોગ થઈ શકે છે. ખાસ કરીને એ જગ્યાઓ પર જયાં ફાઈબર કનેકટીવીટી નથી કે વારંવાર નેટવર્કને અસર થાય છે.

સીધુ મોબાઈલથી નહિં પરંતુ સ્ટારલિંક ડીશ અને રાઉટરથી વાઈ-ફાઈ નેટવર્ક જોડી શકાય છે. પછી આપ ટીવી, મોબાઈલ, લેપટોપ અને અન્ય ડીવાઈસને જોડી શકે છે. જે કોઈપણ વાઈફાઈ નેટવર્કમાં કરી શકાય છે.

હાલ સ્ટારલિંક ઈન્ટરનેટ માટે એક ખાસ ડીશ એન્ટેલા રાઉટર અને ઈન્સ્ટોલેશન કિટની જરૂર પડે છે. અન્ય દેશોમાં તેની કિંમત 40 થી 50 હજાર રૂપિયાની આસપાસ રહે છે. ભારતમાં તેને વ્યાજબી દરની બનાવવાનો પ્રયાસ ચાલે છે.

ઉલ્લેખનીય છે કે, સ્ટારલીંકને ભારતમાં ત્યારે લાયસન્સ મળ્યુ છે જયારે અમેરીકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને સ્ટારલીંકનાં માલીક એલન મસ્ક વચ્ચે જાહેરમાં મોટો વિવાદ ઉભો થયો છે.

ભારતમાં સ્ટારલિંકની સેવાથી શું ફાયદો મળશે?
* ડીઝીટલ શિક્ષણને પ્રોત્સાહન મળશે
* ટેલિમેડીસીન અને સ્વાસ્થ્ય સેવાઓ ગ્રામીશ વિસ્તાર સુધી પહોંચશે
* ખેડુતોને હવામાનની મજબુત જાણકારી અને બજાર ભાવ મળશે.
* નાના વ્યવસાય અને સ્ટાર્ટઅપ પણ દુર-સુદુર વિસ્તારોમાં પોતાનો કારોબાર ઓનલાઈન કરી શકશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button