ધર્મ-જ્યોતિષ

આજ નું રાશિફળ – Today’s Rashifal – 9 June 2025 ,

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

આજનું પંચાંગ

09 06 2025 સોમવાર, માસ જેઠ, પક્ષ સુદ, તિથિ તેરસ સવારે 9:35 પછી ચૌદસ, નક્ષત્ર વિશાખા, યોગ શિવ બપોરે 1:07 પછી સિદ્ધ, કરણ તૈતિલ સવારે 9:35 પછી ગર, રાશિ તુલા (ર.ત.) સવારે 8:49 પછી વૃશ્ચિક (ન.ય.) , 

મેષ (અ.લ.ઈ.)

મધ્યમ દિવસ રહેશે અને મન પ્રસન્ન રહેશે તેમજ આકસ્મિક લાભ થશે તેમજ મિત્રો સાથે મતભેદ રહેશે ,

વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકોને પારિવારિક તણાવ રહેશે તેમજ સંપત્તિના કામોમાં મુશ્કેલી રહે, પરિવારથી સહયોગ મળશે તો કામકાજમાં સફળતા મળશે ,

મિથુન (ક.છ.ઘ.)

મિથુન રાશિનાજાતકોને માનસિક અશાંતિ જણાય તેમજ ભાગ્યોદય માટે ઉત્તમ દિવસ છે, આવકમાં સાધારણ વધારો થશે તો કૌટુંબિક કાર્યોથી લાભ થશે ,

કર્ક (ડ.હ.)

કર્ક રાશિના જાતકોને વિદ્યાર્થીઓને સફળતા મળશે તેમજ સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી અને અધિકારીથી લાભ મળશે તો આસ્થામાં વધારો થશે ,

સિંહ (મ.ટ)

સિંહ રાશિના જાતકોને કામકાજમાં વૃદ્ધિ થશે તેમજ આવક જાવક જળવાઈ રહે તો સંતાનોથી સારા સમાચાર મળે, પ્રિયજનોને ભેટ સોગાદ આપો ,

કન્યા (પ.ઠ.ણ.)

સ્વાસ્થ્યની બાબતમાં કાળજી રાખવી અને દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે તેમજ ભાગીદારી વાળા કામથી લાભ થશે,પારિવારિક સમસ્યાઓમાં સમાધાન મળશે ,

તુલા (ર.ત.)

તુલા રાશિના જાતકોને નોકરિયાતને ઉપરી વર્ગથી પરેશાની રહેશે તેમજ કામકાજનો બોજો અધિક રહેશે તો સગા સંબંધીથી લાભ થશે, શત્રુઓ પરાજિત થશે ,

વૃશ્ચિક (ન.ય.)

આ રાજકીય મહત્વકાંક્ષા પૂરી થશે અને કૌટુંબિક બાબતના પ્રશ્નો હળવા બનશે તેમજ ધંધામાં કરેલા આયોજનો સફળ થશે, વાહન ચલાવવામાં સાવધાની રાખવી ,

ધન (ભ.ધ.ફ.ઢ.)

ધન રાશિના જાતકોને આર્થિક પાસુ મજબૂત બનશે તેમજ વ્યવસાયિક પારિવારિક સમસ્યા રહેશે, માન સન્માન પ્રાપ્ત થશે તો આવક જાવક જળવાઈ રહેશે ,

મકર (ખ.જ.)

પારિવારિક પ્રસંગોમાં ઉત્સાહ જળવાઈ રહેશે અને તબિયત બાબતે કાળજી રાખવી તેમજ અમૂલ્ય વસ્તુની પ્રાપ્તિ થશે, નજીકના સુખનું ધ્યાન કરો ,

કુંભ (ગ.શ.સ.ષ.)

વ્યવસાય ક્ષેત્રમાં તકલીફ જણાશે અને વાણી ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે તેમજ રોજગાર ક્ષેત્રમાં પ્રગતિ થશે, નવા સંબંધોમાં વૃદ્ધિ થશે ,

 મીન (દ.ચ.ઝ.થ.)

મીન રાશિના જાતકોને પારિવારિક વૈચારિક મતભેદ રહેશે તેમજ ધનપદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે તો નવા કામકાજ માટે ઉત્તમ દિવસ છે, જીવનસાથી અને ભાગીદારીનો પૂર્ણ સહયોગ મળશે ,

 

News Click 24

Poll not found

Related Articles

Back to top button