અમેરિકામાં પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોનો જોરદાર ફજેતો ; આતંકવાદી સમૂહ જૈશ એ મોહમ્મદ સામે કડક કાર્યવાહી કરે અને દેશમાં લઘુમતીઓની સુરક્ષા નિશ્ચિત કરે. ,
અમેરિકી સાંસદ બ્રેડ શેરમેને બિલાવલને ખૂબ ખરી ખોટી સંભળાવી આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદને ખતમ કરવા કહ્યું ,
અમેરિકામાં પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોનો જોરદાર ફજેતો થઈ રહ્યો છે. અમેરિકી સાંસદ બ્રેડ શેરમેને બિલાવલને ખૂબ ખરી ખોટી સંભળાવી આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદને ખતમ કરવા અને લાદેનની પાકિસ્તાનમાં હોવાની બાતમી આપનાર ડો.આફ્રિદીને જેલમાંથી છોડવાની માંગ કરી હતી.
અમેરિકી સાંસદ બ્રેડ શેરમેને બિલાવલના નેતૃત્વમાં આવેલ પાકિસ્તાની પ્રતિનિધિ મંડળને કહ્યું હતું કે તે આતંકવાદી સમૂહ જૈશ એ મોહમ્મદ સામે કડક કાર્યવાહી કરે અને દેશમાં લઘુમતીઓની સુરક્ષા નિશ્ચિત કરે.
અમેરિકાના સાંસદ બ્રેડ શરમને પાકિસ્તાની ડેલિગેશનને ડો. શકીલ અફ્રિદીને જેલમાંથી છોડી મુકવાની પણ માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ડો. અફિદીની મુકિત અમેરિકા પર 9/11ના આતંકી હુમલાના પીડિતોએ ન્યાયની દિશામાં એક મહત્વનું પગલુ લેખાશે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની ડોકટર અફ્રિદીએ અમેરિકાને ઓસામા બિન લાદેનનું સરનામું આપ્યું હતું. શકીલે અમેરિકી ગુપ્તચર એજન્સી સીઆઈએ માટે ખૈબર પખ્તુનખ્વામાં પોલિયો વેકિસન પ્રોગ્રામ ચલાવીને લાદેનના પરિવારના ડીએનએ સેમ્પલ એકઠા કર્યા હતા.
બાદમાં મે 2011માં એબટાબાદમાં લાદેનના ઠેકાણા પર અમેરિકોએ રેડ પાડી હતી, બાદમાં પાકિસ્તાને ડો. અફ્રીદીની ધરપકડ કરી હતી અને 2012માં પાકિસ્તાનની એક અદાલતે તેને 33 વર્ષની સજા સંભળાવી હતી, જે બાદમાં 26 વર્ષ કરાઈ હતી. અમેરિકી સરકાર શકીલને પોતાનો હીરો માને છે અને પાકિસ્તાનને તેની મુકિત માટે દબાણ કરે છે.



