શેર માર્કેટ ખૂલતાની સાથે જ સેન્સેક્સ 400 થી વધુ પોઈન્ટના વધારા સાથે 82600 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પણ 100 થી વધુ પોઈન્ટના વધારા સાથે 25100 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે.
એશિયન બજારોમાં જાપાનનો નિક્કી 1.05% ના વધારા સાથે 38137 પર અને કોરિયાનો કોસ્પી 1.72% ના વધારા સાથે 2860 પર ટ્રેડ કરી રહ્યો છે. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 0.90% વધીને 24006 પર બંધ રહ્યો હતો.

ટ્રેડિંગ દિવસે શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. શરૂઆતના કારોબાર દરમિયાન સેન્સેક્સના 30 માંથી 26 શેરોમાં તેજી જોવા મળી રહી છે. આજે ઓટો, બેંકિંગ અને આઈટી શેરોમાં વધુ તેજી જોવા મળી રહી છે. શેર માર્કેટ ખૂલતાની સાથે જ સેન્સેક્સ 400 થી વધુ પોઈન્ટના વધારા સાથે 82600 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પણ 100 થી વધુ પોઈન્ટના વધારા સાથે 25100 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે.
એશિયન બજારોમાં જાપાનનો નિક્કી 1.05% ના વધારા સાથે 38137 પર અને કોરિયાનો કોસ્પી 1.72% ના વધારા સાથે 2860 પર ટ્રેડ કરી રહ્યો છે. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 0.90% વધીને 24006 પર બંધ રહ્યો હતો. જ્યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.23% વધીને 3393 પર બંધ રહ્યો હતો. 6 જૂનના રોજ અમેરિકાનો ડાઉ જોન્સ 1.05% ઘટીને 42.76 પર બંધ થયો. જ્યારે નાસ્ડેક કમ્પોઝિટ 1.20% અને એસ એન્ડ પી 1.03% વધીને બંધ થયો.
ગયા સપ્તાહે સેન્સેક્સમાં 737 પોઈન્ટ અને નિફ્ટીમાં 252 પોઈન્ટનો વધારો થયો હતો. ગયા અઠવાડિયે 2-6 જૂન 2025 દરમિયાન ભારતીય શેરબજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો પરંતુ સપ્તાહનો અંત સકારાત્મક રહ્યો. શરૂઆતના ઘટાડા પછી છેલ્લા બે દિવસમાં નિફ્ટી 50 અને સેન્સેક્સમાં સારી રિકવરી જોવા મળી. આખા અઠવાડિયા દરમિયાન સેન્સેક્સ 737 પોઈન્ટ અને નિફ્ટી 252 પોઈન્ટ વધ્યા.
અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવાર 6 જૂને RBI દ્વારા 50 બેસિસ પોઈન્ટ રેપો રેટમાં ઘટાડો અને 100 બેસિસ પોઈન્ટ CRRમાં ઘટાડો થવાને કારણે બજારમાં તેજી જોવા મળી. સેન્સેક્સ 747 પોઈન્ટ વધીને 82189 પર અને નિફ્ટી 252 પોઈન્ટ વધીને 25003 પર બંધ થયો. વ્યાજદરમાં ઘટાડાને કારણે રિયલ્ટી, બેંકિંગ અને ઓટો સેક્ટરમાં તેજી જોવા મળી.