વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ આરોપ લગાવ્યો ; AAPની સભામાં પથ્થરમારો કરવામાં આવ્યો ,
ભાજપના કોર્પોરેટર કમલેસ રીબડિયાના પુત્ર અક્ષય રીબડિયા, નાસીર મેતરના માણસોએ પથ્થરમારો કર્યાનો આરોપ લગાવ્યો હતો ,

વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ આરોપ લગાવ્યો હતો કે AAPની સભામાં ભાજપના કાર્યકરોએ પથ્થરમારો કર્યો હતો. ઇટાલિયાએ આરોપ લગાવ્યો હતો કે જીવાપર વિસ્તારમાં AAPની સભામાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ભાજપના કોર્પોરેટર કમલેસ રીબડિયાના પુત્ર અક્ષય રીબડિયા, નાસીર મેતરના માણસોએ પથ્થરમારો કર્યાનો આરોપ લગાવ્યો હતો. AAPની સભામાં આવી લોકોને ગાળો આપી હોવાનો ઈટાલિયાએ આરોપ લગાવ્યો હતો. મોડી રાત્રે ઈટાલિયા, યુવરાજસિંહ જાડેજા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. પોલીસે ગોપાલ ઈટાલિયાની ફરિયાદ લીધી હતી.
કડી (Kadi) વિધાનસભાની (Assembly) પેટાચૂંટણીના (By-election) માહોલ વચ્ચે રાજપુર (Rajpur) ખાતે યોજાયેલી કોંગ્રેસની (Congress) સભામાં બનાસકાંઠાના (Banaskantha) સાંસદ (MP) ગેનીબેન ઠાકોરે ભાજપ (BJP) અને કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. ગેનીબેને આ નેતાઓને “વેચાઈ ગયેલો માલ” કહીને સંબોધ્યા હતા અને જનતાને તેમને રોકડું પરખાવવા માટે અપીલ કરી હતી.
સભાને સંબોધન કરતા ગેનીબેન ઠાકોરે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, “ભાજપવાળા કોઈ લોભ, લાલચ કે પૈસા આપે તો લઈ લેજો. એમના પૈસા કોઈ એરંડા રાયડા વેચીને કે મજૂરી કરીને ભેગા કરેલા નથી.” તેમણે લોકોને અપીલ કરી કે, “તમારે વાપરવા હોય તો વાપરજો, નહીં તો રમેશભાઈના (Rameshbhai) કામમાં વાપરજો, પણ મત કોંગ્રેસને જ આપજો.” ગેનીબેન ઠાકોરે આરોપ લગાવ્યો કે, જે નેતાઓ કોંગ્રેસમાં “ઉલળી ઉલળી ભાષણ કરતા હતા,” તેઓ ભાજપમાં જઈને “ગાય બકરી બની ગયા છે.” આ નિવેદનો દ્વારા તેમણે કોંગ્રેસ છોડીને ગયેલા નેતાઓની સક્રિયતા અને સ્વતંત્રતા પર સવાલ ઉઠાવ્યા હતા.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ આજે પ્રચાર મેદાનમાં ઉતરશે.જૂનાગઢના ભેસાણમાં સી.આર.પાટીલની હાજરીમાં કાર્યકર્તા સંમેલન યોજાશે. ભેસાણના લઉવા પટેલ સમાજ ખાતે આયોજિત સંમેલનમાં ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, સંગઠનના હોદેદારો સહિતના ઉપસ્થિત રહેશે. સી.આર.પાટીલ ઉમેદવાર કિરીટ પટેલ માટે વોટ માંગશે. વિસાવદર બાદ સી.આર.પાટીલ કડી જશે. કડી APMCમાં આયોજિત કાર્યકર્તા સભાને સી.આર.પાટીલ સંબોધન કરશે.