પશ્ચિમ બંગાળના હાવડામાં એક મહિલા અને તેના પુત્રનો એક મોટો કાંડ સામે આવ્યો ; પોર્ન વીડિયો ઉતારવાની ના પાડતાં યુવતીના પ્રાઈવેટ પાર્ટમાં ઘોંપ્યો સળિયો ,
પશ્ચિમ બંગાળના હાવડામાં એક મહિલા અને તેના પુત્રનો એક મોટો કાંડ સામે આવ્યો છે જેનાથી દેશમાં ચકચાર મચી હતી.
હાવડામાં , મહિલા અને તેના પુત્રે વિકૃતીની હદ વટાવી નાખતો કાંડ કરી નાખ્યો. આ હેવાનોએ પોર્ન વીડિયો ઉતારવાની ના પાડનાર એક યુવતી સાથે ભયાનક દરિંદગી આચરી હતી. મહિલા અને તેના પુત્રે નોકરીની લાલચ આપીને એક યુવતીને તેમના ફ્લેટમાં પૂરી રાખી અને તેને પોર્ન વીડિયો ઉતારવાનું દબાણ કર્યું. ના પાડવા પર યુવતીના હાથ અને દાંત તોડી નાખ્યાં હતા તથા તેના પ્રાઈવેટ પાર્ટમાં સળિયો ઘોંપી દેવામાં આવ્યો હતો. ,
આ મહિલા આર્યન ખાન નામના એક પુરુષને મળી હતી, જેણે તેણીને હાવડામાં વધુ પગાર આપતી નોકરીની ઓફર કરી હતી. મહિલા એક ઇવેન્ટ મેનેજમેન્ટ ફર્મમાં નોકરી કરતી હતી, પરંતુ તેના આશ્વાસન પર તેણીએ હાવડામાં શિફ્ટ થવાનું પસંદ કર્યું. જોકે, નોકરી મળવાને બદલે, તેણીને મહિનાઓ સુધી તેના ફ્લેટમાં જ કેદ રાખવામાં આવી. આરોપીએ તેણીને બાર ડાન્સર તરીકે કામ કરવાની ઓફર કરી હતી જે યુવતીએ ફગાવી દેતાં આરોપીએ તેની માતા શ્વેતા ખાને યુવતીને પોર્ન વીડિયો શૂટ કરવાનું દબાણ કર્યું હતું પરંતુ તેમાં પણ ના પાડતાં તેની પર ત્રાસ ગુજારવામાં આવ્યો અને તેના ગુપ્ત ભાગોમાં લોખંડના સળિયા ઘુસાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. હુમલામાં પીડિતાને માથામાં ઈજા થઈ હતી.
ગયા અઠવાડિયે ફ્લેટમાંથી ભાગી જવામાં સફળ રહેલી પીડિતાને હવે સાગોર દત્તા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તે પોતાના જીવન માટે લડી રહી છે. તેણીએ અધિકારીઓને પોતાની દુર્દશા જણાવી. ત્યારબાદ પોલીસે મહિલાના પરિવારની ફરિયાદના આધારે કેસ દાખલ કર્યો હતો. પોલીસે આરોપીના નિવાસસ્થાને દરોડા પાડ્યા, જોકે, તેઓ સ્થળ પર મળી આવ્યા ન હતા. પોલીસે જણાવ્યું હતું કે તેઓ આરોપીને પકડવા માટે પ્રયાસો કરી રહ્યા છે. પીડિતાના પરિવારે આરોપીઓને કડક સજાની માંગ કરી છે.



