ગુજરાત

રાજકોટમાં કુલ 105માંથી 54 દર્દી સાજા પણ થઈ ગયા : લગભગ તમામ વોર્ડમાં કેસ : જામનગરમાં 47 એકટીવ કેસ : ભાવનગરમાં પાંચ નવા દર્દીઓ નોંધાયા ,

રવિવારે નોંધાયેલા 10 કેસમાં રૈયારોડ, ગંગદેવ પાર્ક, સ્માર્ટ બજાર પાસે, અંજની અને છોટુનગર સોસાયટી રેલ્વે લોકો કીબેટની, રાજલક્ષ્મી સોસાયટી, રનિમ સ્કાય સીટી ક્રિષ્ના પાર્ક, આદર્શ સોસાયટીના કેસ સામેલ છે.

સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણ ચાલુ રહ્યું છે રાજકોટ શહેરમાં બે દિવસમાં કોરોનાના 19 કેસ નોંધાયા છે. જામનગરમાં બે દિવસમાં 15 દર્દી નોંધાયા છે.રાજકોટમાં એક સારી વાતએ પણ છે કે કુલ 105 કેસમાં 54 દર્દી સાજા પણ થઈ ગયા છે.

ગઈકાલે રવિવારે નોંધાયેલા 10 કેસમાં રૈયારોડ, ગંગદેવ પાર્ક, સ્માર્ટ બજાર પાસે, અંજની અને છોટુનગર સોસાયટી રેલ્વે લોકો કીબેટની, રાજલક્ષ્મી સોસાયટી, રનિમ સ્કાય સીટી ક્રિષ્ના પાર્ક, આદર્શ સોસાયટીના કેસ સામેલ છે.

જામનગર:-
જામનગર શહેરમાં શનિવારે કોરોના  સંક્રમણ ની ગતિ વધુ તેજ બની છે. આજે પણ શહેરી વિસ્તાર માં વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા છે.જેમાં ડેન્ટલ કોલેજ ની  હોસ્ટેલ ના બે તબીબી વિધાર્થીઓ નો સમાવેશ થાય છે. છેલ્લા ચાર દિવસમાં જ ડેન્ટલ કોલેજ ,.હોસ્ટેલ ના એક ડઝન  તબીબી વિધાર્થીઓ કોરોના સંક્રમિત બન્યા છે.

શહેર ના 10 કેસ માંથી પાંચ મહિલા અને પાંચ પુરુષ નો સમાવેશ થાય છે. આ  તમામ ને હોમ આઇસોલેસન માં રાખવામાં આવ્યાં છે. શહેર માં હાલ ની સ્થિત એ  કુલ 47 એક્ટિવ કેસ છે.જ્યારે ગ્રામ્ય વિસ્તાર માં પણ  કોઈ કેસ નોંધાયો નથી.

જામનગર શહેર માં કોરોના ના કેસ ની  ગતિ બેકાબૂ બની છે.કેસ.ની  સંખ્યા સતત વધી રહી છે. જામનગર ના શહેરી વિસ્તાર માં આજે  વધુ 10 કેસ નોંધાયા  છે.જેમાં ડેન્ટલ કોલેજ ની હોસ્ટેલ માં રહેતા બે તબીબી વિદ્યાર્થીઓ નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ના  આઠ કેસ માં  પાર્ક કોલોની  વિસ્તાર ના 55 વર્ષ ના પુરુષ, પીજી હોસ્ટેલ ના 34 વર્ષ ના મહિલા.,  પટેલ કોલોની વિસ્તાર ના 19 વર્ષ નો યુવાન , જડેશ્વર પાર્ક વિસ્તારના  63   વર્ષના પુરુષ , પવનચકી વિસ્તાર ની 15 વર્ષ ની તરુણી  , ગોકુલધામ વિસ્તારના 60  વર્ષ ના પુરુષ  , તુલસી પાર્ટી પ્લોટ ના 32 વર્ષ ના મહિલા,ખરવા ચકલા  વિસ્તારના 55 વર્ષ ના મહિલાનો સમાવેશ થાય છે.

આમ કોરોના એ ડેન્ટલ કોલેજ માં મુકામ કર્યો હોય તેમ છેલ્લા ચાર દિવસ માં 12.કેટલા તબીબી વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત બન્યા છે.આ તમામ ને હોમ આઈસોલેશન માં જ સારવાર આપવા માં આવી રહી છે. જામનગર શહેરમાં ની સ્થિતિ એ કુલ 47 એક્ટિવ કેસ છે.

રવિવારે:- 
જામનગરમાં  રવિવારે કોરોના ની ગતિ  મંદ પડી  હતી. શહેર માં ચાર  કેસ અને ગ્રામ્ય માં પણ એક કેસ નોંધાયો હતો.આ ચાર કેસ માંથી બે  મહિલા અને બે પુરુષ નો સમાવેશ થાય છે. આ  તમામ ને હોમ આઇસોલેસન માં રાખવામાં આવ્યાં છે. શહેર માં હાલ ની સ્થિત એ  કુલ 48 એક્ટિવ કેસ છે.જ્યારે ગ્રામ્ય વિસ્તાર માં આજે એક કેસ નોંધાયો છે .

જામનગર શહેર માં કોરોનાના  કેસની  સંખ્યા સતત વધી રહી છે. જામનગરના શહેરી વિસ્તાર માં આજે  વધુ ચાર  કેસ નોંધાયા  છે.જેમા પટેલ કોલોની વિસ્તાર ના 83 વર્ષ ના વૃદ્ધ  પુરુષ,લાલપુર,બાયપાસ વિસ્તાર ના 39 વર્ષના પુરુષ , ગુરુદ્વારા વિસ્તાર ના 50 વર્ષ ના મહિલા  અને હીરજી મિસ્ત્રી રોડ  વિસ્તાર માં રહેતી 21 વર્ષ ની યુવતી ના સમાવેશ થાય છે.

આ તમામ ને હોમ આઈસોલેશન માં જ સારવાર આપવા માં આવી રહી છે. જામનગર શહેર ની સ્થિતિ એ કુલ 48 એક્ટિવ  કેસ છે . જામનગર ની સરકારી જી.જી.હોસ્પિટલમાં એક પણ દર્દી સારવાર હેઠળ નથી. જ્યારે જામનગર ગ્રામ્ય વિસ્તાર માં લાખાબાવળ ગામ ના એક મહિલા નો કેસ નોંધાયો છે. આમ ગ્રામ્ય વિસ્તારમાં હાલની સ્થિતિ એ ત્રણ એક્ટિવ કેસ છે.

ભાવનગર:-
ભાવનગરમાં કોરોનાના કોરોના ના કેસ હવે રોજિંદા બની ગયા છે. રવિવારે શહેરમાં પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે. ભાવનગરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ભાવનગર શહેરના  આંબાવાડી વિસ્તારમાંથી 55 વર્ષીય પુરુષ,આંબાવાડી વિસ્તારમાંથી 45 વર્ષીય સ્ત્રી,આંબાવાડી વિસ્તારમાંથી 67 વર્ષીય વૃદ્ધ,વિદ્યાનગરમાંથી 70 વર્ષીય વૃદ્ધા અને અનંતવાડીમાંથી 24 વર્ષીય યુવાન સહિત કુલ 5 વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે.હવે ભાવનગરમાં કોરોના ના  કુલ 23 દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button