અંબાલાલ પટેલે કહ્યું કે ચોમાસુ ગુજરાતની નજીક પહોંચ્યુ છે, તેમણે કહ્યું 13 જૂનથી 22 જૂન પંચમહાલ, વડોદરા ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે ,
આ સમયગાળા દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના તેમણે વ્યક્ત કરી.. અંબાલાલે ક્હ્યું કે 24થી 30 જૂન દરમ્યાન બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં સારો વરસાદ વરસશે.

રાજ્યમાં ચોમાસા અંગે અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહ્યું કે ચોમાસુ ગુજરાતની નજીક પહોંચ્યુ છે. .તેમણે કહ્યું 12 જૂન સુધીમાં મહારાષ્ટ્રમાં હળવો વરસાદ થશે, 15 થી 18 જૂન મુંબઇના અનેક વિસ્તારોમાં વરસાદ થશે.. તેમણે કહ્યું કે 10 જૂનથી મહારાષ્ટ્રમાં ચોમાસુ ફરી સક્રિય થશે. 12 થી 15 જૂન દરમ્યાન તેમણે અમરેલી, જૂનાગઢ , ભાવનગર અને બોટાદમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. સાથે જ ગીર સોમનાથ, વડોદરા જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના દર્શાવી છે.
13 જૂનથી 22 જૂન પંચમહાલ, વડોદરા ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે તેવું અંબાલાલે જણાવ્યું.. આ દરમ્યાન અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદની તેમણે આગાહી કરી. સાથે જ તેમણે ધોળકા, સાણંદ, વિરમગામ, પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં પણ 13 થી 22 જૂન દરમ્યાન વરસાદની આગાહી કરી.. આ સમયગાળા દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના તેમણે વ્યક્ત કરી.. અંબાલાલે ક્હ્યું કે 24થી 30 જૂન દરમ્યાન બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં સારો વરસાદ વરસશે.
મહત્વનું છે કે પરેશ ગોસ્વામીની તાજેતરની આગાહીમાં તેમણે કહ્યું છે કે 20 જૂન આસપાસ ગુજરાતમા વિધિવત રીતે ચોમાસું બેસી જશે. તેમણે 16 જૂનથી પ્રિ-મોન્સુન એક્ટિવિટી જોવા મળશે તેવું પણ કહ્યું છે.