ગુજરાત

ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ; હાઈકોર્ટના ઈ-મેલ પર આ ધમકી મળી હતી. જે અંગે તુર્તજ હાઈકોર્ટના રજીસ્ટ્રારે પોલીસને જાણ કરી ,

હાઈકોર્ટનું કામકાજ બંધ કરાયું : સંકુલની સઘન તપાસ : ઈ - મેલ પરથી મળેલી ધમકી આપનારની પણ શોધ શરૂ

દેશમાં શાળાઓ અને અન્ય સ્થળોએ બોમ્બ મુકવાની સતત મળી રહેલી ધમકી વચ્ચે આજે ગુજરાત હાઈકોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ જબરી અફડાતફડી સર્જાઈ ગઈ હતી.

હાઈકોર્ટના ઈ-મેલ પર આ ધમકી મળી હતી. જે અંગે તુર્તજ હાઈકોર્ટના રજીસ્ટ્રારે પોલીસને જાણ કરી હતી અને પોલીસની બોમ્બશોધક ટુકડીઓ તેમજ અન્ય સ્ટાફ હાઈકોર્ટમાં દોડી ગયો હતો તથા સર્વપ્રથમ હાઈકોર્ટમાં આજે હાજર રહેલા અરજદારો, ધારાશાસ્ત્રીઓ તેમજ ન્યાયમૂર્તિઓને સલામત કરી દેવાયા હતા.

બાદમાં ડોગસ્કવોડ દ્વારા સમગ્ર હાઈકોર્ટની તલાશી લેવામાં આવી હતી. જો કે મોડેસુધી તપાસ થતા હજુ સુધી કોઈ બોમ્બ કે શંકાસ્પદ ચીજ મળી નથી. પરંતુ સલામતી માટે રીશેષ બાદ હાઈકોર્ટનું કામકાજ આજે બંધ રખાયુ હતું.

ઝોન-1ના ઈન્ચાર્જ ડીસીપી સફીન હસને જણાવ્યું હતું કે, હાઈકોર્ટના ગેટ બંધ કરીને પુરા સંકુલની તલાશી લેવામાં આવી રહી છે. ફાયરબ્રિગેડ દ્વારા પણ ત્યાં સતત વધારાના ફાયર ફાઈટર વગેરે ગોઠવવામાં આવ્યા છે અને જયાં સુધી સબસલામતનો સંદેશ મળી ન જાય ત્યાં સુધી હાઈકોર્ટનું કામકાજ બંધ રહેશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button