સાઉદી અરેબિયાએ ભારતીયો પર મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે એ અફવા છે. હકીકતમાં આ પગલું હજ સીઝન દરમ્યાન ભીડ નિયંત્રણ માટે લેવાયેલો કામચલાઉ વિઝા પ્રતિબંધ છે.
સાઉદી સરકારના આ પગલાનો હેતુ મક્કા અને મદીનામાં એવી ભીડ અટકાવવાનો છે, જેમાં ઘણા લોકો વિઝા વગર અથવા બિનઅનુમતિ સાથે હજ કરવા આવે છે.
તાજેતરમાં એવી ખોટી અફવાઓ ફેલાઈ હતી કે સાઉદી અરેબિયાએ ભારત સહિત 14 દેશોના નાગરિકો પર મુસાફરી પ્રતિબંધ મૂક્યો છે. જોકે, હકીકત એ છે કે સાઉદી અરેબિયાએ મુસાફરી પર કોઈ સ્થાયી પ્રતિબંધ નથી મૂક્યો. હજના વિશેષ સમયે, ખાસ કરીને ભારે ભીડ અને અનધિકૃત યાત્રાળુઓને ધ્યાને લઈ, સાઉદી અરેબિયા સામાન્ય રીતે ટૂંકા ગાળાના વિઝા, જેમ કે ઉમરાહ, બિઝનેસ અને પારિવારિક મુલાકાત માટેના વિઝા પર કામચલાઉ પ્રતિબંધ લગાવે છે.
આ વર્ષે પણ આવું જ થયું છે. સાઉદી સરકારના આ પગલાનો હેતુ મક્કા અને મદીનામાં એવી ભીડ અટકાવવાનો છે, જેમાં ઘણા લોકો વિઝા વગર અથવા બિનઅનુમતિ સાથે હજ કરવા આવે છે. ખાસ કરીને ગયા વર્ષે ઘણાં લોકો બિનસત્તાવાર રીતે હજ પર ગયા હતા અને ભારે ગરમીને કારણે 1,300થી વધુ યાત્રાળુઓના દુઃખદ મોત થયા હતા. આવા યાત્રાળુઓ સત્તાવાર વ્યવસ્થાઓનો લાભ પણ નહીં લઈ શક્યા, જેના કારણે ભારે ગરમી જીવલેણ સાબિત થઈ હતી.
આ તકો પરથી સાબિત થાય છે કે આ પ્રતિબંધ તાત્કાલિક અને સુરક્ષાને ધ્યાન રાખીને જ લાદવામાં આવ્યો છે. ભારતીય યાત્રાળુઓ પર પણ વિઝા પર કામચલાઉ નિયંત્રણ છે, ખાસ કરીને ઉમરાહ, બિઝનેસ અને વિઝીટ વિઝા માટે. જો કે, જે લોકો સાઉદી અરેબિયા વિઝા પર ગયા છે, તેઓ પર કોઈ પ્રતિબંધ લાગુ પડતો નથી.
આ વર્ષે હજ 4 જૂને શરૂ થઈ હતી અને 9 જૂને પૂર્ણ થશે. હજ ઇસ્લામના પાંચ સ્તંભોમાંનું એક છે અને ધર્મપ્રેમી મુસ્લિમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ યાત્રા દરમિયાન મુસાફરો મોટા ભાગનો સમય ખુલ્લા માહોલમાં વિતાવે છે, જે ભારે ગરમીમાં જોખમી સાબિત થાય છે.
આ જ કારણે, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને અધિકારીઓને આ વર્ષે વધુ સખત અને વ્યવસ્થિત વિઝા નિયંત્રણો અમલમાં મૂકવાનો આદેશ આપ્યો છે, જેથી કોઈ પણ ગેરકાયદેસર રીતે હજ ન કરી શકે. સૌથી મહત્વની વાત એ છે કે આ કાર્ય વિઝાની વ્યવસ્થા યોગ્ય રીતે નિભાવવામાં અને યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં છે. જૂનના મધ્ય પછી, હજ પૂર્ણ થયા બાદ આ વિઝા પ્રતિબંધો હટાવી લેવામાં આવશે એવી શક્યતા છે.



