આજ નું રાશિફળ – Today’s Rashifal – 10 June 2025 ,
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો ,

આજનુ પંચાંગ
10 06 2025 મંગળવાર, માસ જેઠ, પક્ષ સુદ, તિથિ ચૌદસ સવારે 11:34 પછી પૂનમ, નક્ષત્ર અનુરાધા, યોગ સિદ્ધ, કરણ વણિજ સવારે 11:34 પછી વિષ્ટિ ભદ્રા, રાશિ વૃશ્ચિક (ન.ય.) ,
મેષ (અ.લ.ઈ.)
આર્થિક બાબતોમાં સુધારો જણાશે અને ધંધાકીય પ્રવાસ લાભદાયી નીવડશે તેમજ બાળકોની તબિયતની ચિંતા રહેશે, કૌટુંબીક બાબતોમાં તનાવ ઓછો રહે ,
વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિના જાતકોને આવક કરતા જાવક વધે તેવી સંભાવના છે તેમજ શેર બજારથી લાભ થશે અને ધાર્મિક પ્રવાસના યોગ બનશે, બીજાની વાતોમાં વિશ્વાસ રાખો
મિથુન (ક.છ.ઘ.)
મિથુન રાશિના જાતકોને કામકાજમાં ધ્યાન વધારે આપો તેમજ નવા કામથી લાભ થશે અને ભાગીદારોનો સુંદર સહયોગ મળશે, કામકાજમાં રાહત અનુભવશો
કર્ક (ડ.હ.)
કર્ક રાશિના જાતકોને નાના પ્રવાસના યોગો બને છે તેમજ કામકાજમાં વધારો થશે અને સંતાનોના પ્રશ્નોમાં વિશેષ ધ્યાન આપો, કોઈપણ જાતનો ખોટો વિચાર નુકસાન કરશે
સિંહ (મ.ટ)
આ રાશિના જાતકોને નાના રોકાણો માટે સમય સારો છે તેમજ સ્વમાન પ્રત્યે સભાન રહો, ખોટી વાતો અને વ્યવહારથી દૂર રહો તો સાથીદારોના સહયોગથી કામમાં રાહત થશે
કન્યા (પ.ઠ.ણ.)
કન્યા રાશિના જાતકોને ધંધામાં લાભ વધારે જણાશે તેમજ મોટા રોકાણમાં ધીરજથી કામ લેવું, જીવનસાથી સાથે વધારે સમય પસાર કરો તો તીખા ભોજનથી દૂર રહો
તુલા (ર.ત.)
તુલા રાશિના જાતકોને કામ શક્તિમાં વધારો થશે તેમજ ભાગીદારીવાળા કામમાં લાભ થશે અને કોઈપણ જાતના પ્રવાસથી દૂર રહેવું તો નોકરી માટે નવી ઓફર મળશે
વૃશ્ચિક (ન.ય.)
આ રાશિના જાતોકોને ધંધાને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે તેમજ ભૌતિક સુખ સુવિધામાં વધારો થશે અને સામાજિક જવાબદારી વધશે, ઘરેલુ કામકાજમાં સફળતા મળશે
ધન (ભ.ધ.ફ.ઢ.)
વડીલોની રાહબરીમાં ચાલશો તો લાભ થશે અને સ્થાવર મિલકત લેવાના યોગ સારા છે તેમજ નવું ઘર નોંધાવવા માટે ઉત્તમ દિવસ છે તો સહકર્મચારીનો સહયોગ મળશે
મકર (ખ.જ.)
આવકના પ્રમાણમાં જાવક વધશે અને કામકાજમાં મન પ્રસન્ન રહેશે તેમજ ભાગીદારો સાથે મતભેદ રહેશે તો મુશ્કેલીમાંથી માર્ગ મળશે
કુંભ (ગ.શ.સ.ષ.)
કામકાજમાં સારી આવક થશે અને કામકાજમાં સાચવીને કામ કરો તેમજ નવા રોકાણ માટે સમય ઠીક નથી, બહારની ભાગા દોડીથી દૂર રહો
મીન (દ.ચ.ઝ.થ.)
મીન રાશિના જાતકોને દેશ વિદેશના કામકાજમાં લાભ થાય તેમજ પ્રિયજનનો વિયોગ થાય તો મનની વાત મનમાં જ રાખવી, માલમિલકતને લગતા પ્રશ્નોમાં મુશ્કેલી જણાશે