સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણ વધુને વધુ વિસ્તારમાં ફેલાઇ રહ્યું છે ; રાજકોટમાં 9, ભાવનગરમાં 4 કેસ
રાજકોટમાં કુલ દર્દીઓનો આંકડો 114, જામનગરમાં 80 : સ્વસ્થ દર્દીઓનો આંક પણ રાહતરૂપ : બગસરામાં વધુ એક સહિત અમરેલી જિલ્લામાં કુલ પાંચ કેસ બહાર આવ્યા

રાજકોટમાં કુલ દર્દીઓનો આંકડો 114, જામનગરમાં 80 : સ્વસ્થ દર્દીઓનો આંક પણ રાહતરૂપ : બગસરામાં વધુ એક સહિત અમરેલી જિલ્લામાં કુલ પાંચ કેસ બહાર આવ્યા ,
સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણ વધુને વધુ વિસ્તારમાં ફેલાઇ રહ્યું છે. રાજકોટ, જામનગર, ભાવનગર બાદ અમરેલી જિલ્લામાં પણ કેસ બહાર આવવા લાગ્યા છે. ગઇકાલે રાજકોટ શહેરમાં વધુ 9 કેસ નોંધાતા આજે જાહેર થયા છે. તો જામનગર શહેરમાં પણ 11 નવા દર્દી બહાર આવ્યા છે. ભાવનગરમાં 4 નવા દર્દીને સંક્રમણ થયું છે.
રાજકોટમાં ગઇકાલ સુધીમાં નોંધાયેલા કુલ દર્દીઓનો આંકડો 114 પર પહોંચ્યો છે. જોકે 61 દર્દી સ્વસ્થ પણ થઇ ગયા છે અને સારવાર હેઠળ પ3 દર્દી છે. મોટા ભાગના લોકો હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે.
રાજકોટમાં કાલાવડ રોડ, મયુરનગર, નરશીપાર્ક-1, વર્ધમાન નગર, કેવડાવાડી, સોપાન હાઇટસ, આકાશદીપ સોસાટી, હેમુ ગઢવી હોલ પાછળ નવા દર્દીઓ નોંધાયા છે. તે પૈકી બે દર્દી મલેશીયા અને મુંબઇથી પરત ફર્યા હતા. બાકીના કોઇની ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને તમામે વેકસીનના ડોઝ લીધાનું પણ બહાર આવ્યું છે.
જામનગર
જામનગર શહેર-જિલ્લામાં ઘીરે ધીરે કોરોનાનુ સંક્રમણ વકરી રહ્યું છે જેમાં શહેરમાંવધુ 11 પોઝીટીવ કેસ સામે આવ્યા છે.જયારે ગ્રામ્યમાં પણ એક યુવાન પોઝીટીવ જાહેર થયા છે. શહેર અને જિલ્લો મળી કુલ એક ડઝન કેસ કોરોના નોંધાયા હતા. કુલ આંક 80 પર પહોંચ્યો છે.
જામનગરમાં કોરોના ધીરે ધીરે પગપેસારો કરતો જાય છે. હવે દરેક વિસ્તારમાં કેસ મળી રહ્યા છે. સોમવારે ડેન્ટલ કોલેજમાં 22 વર્ષના પુરૂષ, સમર્પણ કવાર્ટરમાં 17 વર્ષની યુવતી, 58 દિ. પ્લોટમાં 4 વર્ષનું બાળક, આર્થ સમાજ સ્કૂલ પાસે 23 વર્ષનો પુરૂષ, લીમડા લેનમાંથી 45 વર્ષના મહિલા, ઓશવાળ ગર્લ્સ બિલ્ડીંગમાંથી 40 વર્ષના મહિલા, પટેલ કોલોનીમાંથી 33 વર્ષના મહિલા, હવાઈ ચોકમાંથી 40 વર્ષના મહિલા, વાલકેશ્વરીમાં 41 વર્ષના મહિલા, કુબેર પાર્કમાં 41 વર્ષનો યુવાન અને સંદીપ સોસાયટીમાંથી 28 વર્ષના યુવાનને કોરોના પોઝિટિવ આવતા તમામને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે.
જયારે જામનગર તાલુકાના ચંદ્રગઢ પંથકમાં સોમવારે એક કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યો છે.જેમાં 38 વર્ષીય યુવાન પોઝીટીવ જાહેર થયો હતો.જે સાથે ગ્રામ્યમાં કુલ કોવિડ કેસનો આંકડો પાંચ પર પહોચ્યો છે જેમાં બે દર્દી ડીસ્ચાર્જ જાહેર થતા ત્રણ વ્યકિતને હોમ આઇશોલેટ કરાયા છે.રવિવારે એક બાળક પોઝીટીવ જાહેર થઈ હતી.
ભાવનગર
શહેરના જ્વેલ્સ સર્કલ વિસ્તારમાંથી 66 વર્ષીય વૃદ્ધ, વિદ્યાનગર વિસ્તારમાંથી 23 વર્ષીય યુવાન, ખેડૂતવાસ વિસ્તારમાંથી 22 યુવતી અને ભરતનગર વિસ્તારમાંથી 49 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. જયારે બે દર્દીઓ કોરોના મુક્ત થયા છે. હવે ભાવનગર માં કુલ 25 દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે.
અમરેલી
અમરેલી જિલ્લામાં રોજબરોજ કોરોનાના કેસ સામે આવી રહયા છે. ત્યારે વધુ એક કેસ બગસરા ખાતે મળી આવેલ છે. બગસરા ગામે કુંકાવાવ રોડ ઉપર રહેતી એક 47 વર્ષિય મહિલાને કોરોનાં પોઝિટિવ આવેલ છે.
અમરેલી જિલ્લાનાં રાજુલા, સાવરકુંડલામાં 2 કેસ બાદ અમરેલી અને હવે કોરોનાની બગસરામાં શહેરમાં થઈ એન્ટ્રી થતાં અને કોરોનાના રોજ વધી રહેલ કેસ સામે તંત્ર સાબદું થવા પામેલ છે. ત્યારે કોરોનાના દિવસેને દિવસે વધી રહેલ કેસો સામે તંત્ર દ્વારા સાવચેતી રાખવા કરી અપીલ પણ કરવામાં આવી રહ્યા છે.