2024માં દિલ્હી, હૈદ્રાબાદ, અમૃતસર, ચેન્નાઈ બાદ હવે દેશના અન્ય ભાગોમાં ઈ-પાસપોર્ટ સેવા લોન્ચ થશે ,
પાસપોર્ટ વિભાગનું કહેવું છે કે, આઈએફઆઈડી ચિપવાળા પાસપોર્ટ સામાન્ય પાસપોર્ટની તુલનામાં વધુ સુરક્ષિત રહેશે,

દિલ્હીમાં સામાન્ય બુકલેટવાળા પાસપોર્ટના બદલે આઈએફઆઈડી (રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટીફીકેશન) ચિપવાળા પાસપોર્ટ બનવા શરૂ થઈ ચૂકયા છે. પાસપોર્ટના કવર પર લાગેલ આ નાનકડી ચિપમાં પાસપોર્ટધારકની પુરી વિગત નોંધાશે.
પાસપોર્ટ વિભાગનું કહેવું છે કે, આઈએફઆઈડી ચિપવાળા પાસપોર્ટ સામાન્ય પાસપોર્ટની તુલનામાં વધુ સુરક્ષિત રહેશે, તેમાં છેડછાડ કરવી સંભવ નથી. વર્ષ 2024માં હૈદ્રાબાદ, અમૃતસર, ચેન્નાઈ સહિત દેશના 12 ક્ષેત્રીય પાસપોર્ટ કાર્યાલયમાં તેને પાયલોટ પ્રોજેકટ તરીકે શરૂ કરવામાં આવ્યા હતા.
તેમાં સફળતા બાદ અન્ય શહેરોમાં પણ ઈ-પાસપોર્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં હવે જે નવા પાસપોર્ટ બનશે કે જેનુ નવીનીકરણ થશે.
તે બધા આરએફઆઈડી ચિપવાળા હશે. પાસપોર્ટ પર લાગેલી ચિપમાં ચહેરાનો ફોટો, આંગળીના નિશાન, આઈરીસ સ્કેન સહિત એન્ક્રીપ્ટેડ વ્યક્તિગત અને બાયોમેટ્રીક ડેટા હોય છે.
ઠગાઈ કરવી મુશ્કેલ બનશે: ઈ-પાસપોર્ટને વધુ સુરક્ષિત માનવામાં આવે છે. પાસપોર્ટ વિભાગનું કહેવું છે કે, ઈ-પાસપોર્ટ ઈ-પાસપોર્ટમાં છેડછાડ, ઠગાઈ, નકલી પાસપોર્ટ જેવી આપરાધિક ગતિવિધિ નહીં થઈ શકે. જૂના પાસપોર્ટની માન્યતાની તારીખ માન્ય છે, તેને હજુ બદલવાની જરૂર નથી.