ભગવાન જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી મહારાજે બુલેટ માર્ચને લીલી ઝંડી આપીને શરૂઆત કરાવી હતી. 11 જૂન એટલે કે આવતીકાલે સાબરમતી નદીના કિનારે જળયાત્રા યોજવામાં આવશે.
27 જૂને ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે.. જેને લઈને જમાલપુર મંદિર તંત્ર, પ્રશાસન અને પોલીસ વિભાગ તડામાર તૈયારીમાં લાગી ગયા છે.

ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે.. ત્યારે રથયાત્રાની સુરક્ષાને લઈને અમદાવાદ પોલીસે મોડી રાત્રે પેટ્રોલિંગ અને બુલેટ માર્ચ યોજી હતી. રથયાત્રાનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે અમદાવાદ પોલીસ કટિબદ્ધ છે.
રથયાત્રા રૂટ પર 100 જેટલા પોલીસ કર્મચારીઓએ બુલેટ બાઈક પર સવાર થઈને નિરીક્ષણ કર્યું હતું. સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સજ્જ થઈ છે. આ બુલેટ માર્ચમાં સેક્ટર જેસીપી સહિત અન્ય ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ ભાગ લીધો હતો.
ભગવાન જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી મહારાજે બુલેટ માર્ચને લીલી ઝંડી આપીને શરૂઆત કરાવી હતી. 11 જૂન એટલે કે આવતીકાલે સાબરમતી નદીના કિનારે જળયાત્રા યોજવામાં આવશે. મહત્વનું છે કે, 27 જૂને ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે.. જેને લઈને જમાલપુર મંદિર તંત્ર, પ્રશાસન અને પોલીસ વિભાગ તડામાર તૈયારીમાં લાગી ગયા છે.