ગાડીઓનો ઈુસ્યોરન્સ ખરીદવા માટે વધુ પૈસા ચુકવવા પડી શકે છે ; ઈરડાએ પ્રિમીયમ વધારવાનો કર્યોપ્રસ્તાવ , 18 ટકાથી વધુ વધારો શકય ,
કેટલીક ગાડીઓની કેટેગરીમાં આ વધારો 20 ટકાથી 25 ટકા સુધી હોઈ શકે છે. પ્રસ્તાવ હાલમાં સડક પરિવહન અને હાઈવે મંત્રાલય દ્વારા સમીક્ષાને આધિન છે જેના આગામી બેથી ત્રણ સપ્તાહમાં પોતાના નિર્ણયની જાહેરાત થવાની આશા છે.

આપને ગાડીઓનો ઈુસ્યોરન્સ ખરીદવા માટે વધુ પૈસા ચુકવવા પડી શકે છે. ધી ઈુસ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા (આઈઆરડીએઆઈ)એ મોટર થર્ડ પાર્ટી (ટીપી) વીમા પ્રિમીયમમાં સરેરાશ 18 ટકાના વધારાનો પ્રસ્તાવ રાખ્યો છે.
જોકે કેટલીક ગાડીઓની કેટેગરીમાં આ વધારો 20 ટકાથી 25 ટકા સુધી હોઈ શકે છે. પ્રસ્તાવ હાલમાં સડક પરિવહન અને હાઈવે મંત્રાલય દ્વારા સમીક્ષાને આધિન છે જેના આગામી બેથી ત્રણ સપ્તાહમાં પોતાના નિર્ણયની જાહેરાત થવાની આશા છે.
ઈન્ડસ્ટ્રીઝનાં એક જાણકારે જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષથી વધુની રોક બાદ ઈરડાએ આ પ્રસ્તાવ એવા સમયે કર્યો છે.જયારે વ્યાપક જનરલ ઈુસ્યોરન્સ ઈન્ડસ્ટ્રી વધતા દાવા અને ફિકસ્ડ પ્રાઈસીંગ સ્ટ્રકચરનો સામનો કરી રહ્યુ છે.
સ્ટેટ હોલ્ડર્સનું કહેવુ છે કે, આ વધારો વધતી વીકલ ડેન્સીટી મોંઘવારીનું દબાણ અને વળતર સાથે તાલમેલ રાખવો જરૂરી છે. જોકે મંત્રાલયની મંજુરી બાદ એક ડ્રાફટ નોટિફીકેશન જાહેર કરવામાં આવશે.
ત્યારબાદ અન્ય પ્રક્રિયા જેમ કે સુચન લેવા અને સમીક્ષા કરવામાં આવશે. ત્યારબાદ ફેરફાર લાગુ થશે.
મોટર થર્ડ પાર્ટી વીમો મોટર વાહન અધિનિયમ અંતર્ગત ફરજીયાત છે. આ વીમો આપના વાહન સાથે દુર્ઘટનાની સ્થિતિમાં ત્રીજી વ્યકિત (જેમ કે રાહદારી અન્ય વાહન ચાલક કે તેની સંપતિ)ને થનારા નુકશાનની ભરપાઈ કરે છે જોકે તે આપને અને આપના વાહનને થનારા નુકશાનને કવર નથી કરતો, બલકે બીજાને થયેલા નુકશાનને સુરક્ષા આપે છે.
1.6 પાર્ટી વીમા વિનં વાહન ચલાવવું અપરાધ છે અને દંડ અને કાનુની કાર્યવાહી પણ થઈ શકે છે તે કાર ચાલકને નાણા બોજથી બચાવે છે જો ભુલથી અન્ય કોઈને નુકશાન થાય તો ઈુસ્યોરન્સ કંપની તેની ભરપાઈ કરે છે તેમાં ત્રીજી વ્યકિતને ઈજા કે મૃત્યુ થવા પર વળતર છે. જયારે ત્રીજા વ્યકિતની સંપતિ (જેમ કે બીજી ગાડી, દુકાન, ઘર)ને નુકશાન થવા પર વળતર પણ સામેલ છે.
ઈુસ્યોરન્સ એકસપર્ટસ અનુસાર ટુ વ્હીલ્સનું પ્રિમીયમ વધશે દાખલા તરીકે 350 સીસીનાં ટુ વ્હીલ્સનું મોર્ટ થર્ડ પાર્ટી (ટીપી) ઈુસ્યોરન્સ પ્રિમીયમ હજુ લગભગ 2800 રૂપિયા છે. તો 18 ટકા વધારા સાથે નવા પ્રિમીયમ લગભગ 3300 રૂપિયા થઈ જશે.
વાર્ષિક લગભગ 500 રૂપિયા થઈ જશે. એજ રીતે ફોર વ્હીલ્સમાં 1500 સીસીની કાર માટે હાલ 7900 રૂપિયા પ્રિમીયમ દેવુ પડે છે ત્યારે 18 ટકા વધારા બાદ લગભગ 9870 રૂપિયા પ્રિમીયમ થઈ જશે એટલે કે 1400 રૂપિયા વધારે દેવા પડશે.