દેશમાં આગામી બે મહિનામાં સેટેલાઈટ મારફત ઈન્ટરનેટ સેવા ઉપલબ્ધ બની જશે ; એક માસ ફ્રી ટ્રાયલ ,
જોકે રૂા.33 હજારનું ડીવાઈસ ખરીદવું પડશે : માસિક રૂા.3 હજારનો ડેટા પ્લાન ,

દેશમાં આગામી બે મહિનામાં સેટેલાઈટ મારફત ઈન્ટરનેટ સેવા ઉપલબ્ધ બની જશે. દુનિયાના ટોચના ઉદ્યોગપતિ અને સ્ટારલીંક કંપનીના બોસ એલન મસ્કે ભારત સરકાર સાથે તેની કંપનીને સેટેલાઈટ ઈન્ટરનેટ સેવા માટેની મંજુરી મેળવી લીધા બાદ હવે લાયસન્સ પણ મેળવી લીધુ છે અને આગામી બે માસમાં આ સેવા ઉપલબ્ધ બની જશે જેને કારણે દેશના દુરદુરના ગ્રામીણ વિસ્તાર સુધી ઈન્ટરનેટ સેવા ઉપલબ્ધ થશે.
આ સેવા મેળવવા માટે ગ્રાહકે એક સેટેલાઈટ ડીવાઈસ ખરીદવાનું રહેશે જેની કિંમત રૂા.33 હજાર હશે. બાદમાં માસીક પ્લાન મુજબ રૂા.3 હજારથી રૂા.4200 વચ્ચે ઈન્ટરનેટ સેવા મળશે. સ્ટારલીંકે ભારત ઉપરાંત બાંગ્લાદેશ અને ભૂતાનમાં પણ આ પ્રકારની સેવા આપવા લાયસન્સ મેળવ્યા છે જો કે તે દેશની સ્થિતિ જોતા સેવાના ભાવ ઓછા રખાયા છે.
સુત્રોના જણાવ્યા મુજબ સ્ટારલીંગ દ્વારા ગ્રાહકને એક મહિનો ફ્રી ટ્રાયલ મળશે જેના કારણે ગ્રાહકને સેવા અંગે પૂરી માહિતી મળી જશે. સ્ટારલીંક દ્વારા તેના ડીવાઈસ માટે રીલાયન્સ જીયો અને એરટેલ બન્નેના આઉટલેટ સાથે વ્યવસ્થા કરવામાં આવી છે આમ હરીફ સાથે જ સ્ટારલીંક દ્વારા આ સેવા આપવા જોડાણ કરાયું છે.