દુનિયાના સૌથી સ્વાદિષ્ટ 100 બ્રેકફાસ્ટના લિસ્ટમાં ભારતની ચાર વાનગી સામેલ છે. પરોઠા, મિસળ પાંવ અને છોલે ભટુરે ,
પ્રથમ ક્રમે તુર્કીની વાનગી કાહવાલ્ટી, બીજા સ્થાને સર્બિયાની કોમપ્લેટ લેપિંજા, ત્રીજા નંબરે લીબિયાની ફિન્જ

દુનિયાભરમાં ભારતના પરાઠા, મિસળ પાંવ, છોલે ભટુરે અને શ્રીખંડ ખૂબ જ પ્રેમથી ખાવામાં આવે છે. આ બાબતનો ખુલાસો લોકપ્રિય ફૂડ ગાઈડ ટેસ્ટ એટલસે કર્યો છે.
ખરેખર તો તેણે દુનિયામાં સવારના નાસ્તા માટે પસંદ કરવામાં આવતી ટોપ 100 વાનગીની યાદી જાહેર કરી છે. જેમાં ભારતનો આ ચાર વાનગી છે. લિસ્ટમાં પહેલા નંબર તુકીએની કાહવાલ્ટી, બીજા નંબરે સર્બિયાની કોમપ્લેટ લેપિંજા અને ત્રીજા નંબરે લીબિયાની ફિન્જ વાનગી છે.
આ ઉપરાંત પાકિસ્તાનની બે અને ચીનની એક વાનગી પણ લિસ્ટમાં છે.
મહારાષ્ટ્રનું મિસળ 18માં નંબરે
મહારાષ્ટ્રના મિસળ પાંવમાં એક શાકની કઢી હોય છે. તેને મિસળના નામથી ઓળખવામાં આવે છે. તેની સાથે પાંવ એટલે કે બ્રેડ હોય છે. ઉપરાંત તેની સાથે સેવ ડુંગળી, લીંબુ પણ પીરસવામાં આવે છે. પોતાની વેબસાઈટ પર આ વાનગીનું વર્ણન કરતા ટેસ્ટ એટલેસ લખ્યું-બહેતર મિસલનું મસાલેદાર હોવું જરૂરી છે. તેનો આધાર કુરકુરા હોવું જોઈએ.
23માં ક્રમે પરોઠા
દુનિયાના બહેતરિન બ્રેકફાસ્ટમાં ભારતના પરોઠા પણ સામેલ છે. ટેસ્ટ એટલસે કહ્યું છે-માખણ ચોપડેલા ગરમ પરોઠાની ખુશ્બૂથી ભાગ્યે જ કોઈ શકે.
32માં ક્રમે સ્વાદિષ્ટ છોલે ભટુરે
લોકપ્રિય છોલે ભટુરે ભારતના ખૂણા ખૂણામાં મશહુર છે જ, તેનો દુનિયાના લોકોને ચસકો લાગ્યો છે. ભટુરા મેંદામાંથી બનાવવામાં આવે છે. જેને ખાસ રીતે તૈયાર કરવામાં આવે છે.
60માં સ્થાને શ્રીખંડ
મહારાષ્ટ્રના શ્રીખંડથી ભાગ્યે જ કોઈ અપરિચિત હશે. તે સૌથી મોંઘા, કેસર સાથે મિશ્રિત મલાઈદાર દહીમાંથી બનાવવામાં આવે છે.