બનાસ નદીમાં ન્હાવા ગયેલા 8 યુવકોના દર્દનાક મોત, ત્રણની શોધખોળ શરૂ ,
રાજસ્થાન ટોંકમાં બનાસ નદીમાં નહાવા ગયેલા 11માંથી 8 યુવકના મોત, નહાવા ગયેલ યુવકો અચાનક ઊંડાણમાં ઉતરી ગયા બાદ એક પછી એક ડૂબવા લાગ્યા

રાજસ્થાન ટોંકમાં નદીમાં નહાવા ગયેલ 8 યુવકના મોતના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં બનાસ નદીમાં નહાવા ગયેલા 11માંથી 8ના મોત થયા છે. પ્રાથમિક વિગતો મુજબ બધા યુવાનો જયપુર ઘાટ ગેટના હોવાનું સામે આવું છે. આ તરફ બધા મૃતદેહોને સઆદત હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે. આ તરફ ઘટનાની જાણ થતાં ટોંક એસપી વિકાસ સાગવાન અને હોસ્પિટલ પહોંચ્યા છે.
રાજસ્થાનના ટોંકમાં એક મોટી દુર્ઘટના બની છે. અહીં બનાસ નદી પર બનેલા ફ્રેઝર બ્રિજ પાસે નહાતી વખતે 8 યુવાનો ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે. વિગતો મુજબ 11 યુવાનો નદીમાં નહાવા ગયા હતા. અકસ્માત બાદ વિસ્તારમાં ગભરાટનો માહોલ છે. કહેવામાં આવી રહ્યું છે કે, યુવાનો જૂના ફ્રેઝર બ્રિજ પાસે નદીમાં નહાતા હતા. અચાનક બધા યુવાનો ઊંડાણમાં ઉતરી ગયા બાદ એક પછી એક ડૂબવા લાગ્યા. સ્થાનિક લોકોની મદદથી કેટલાક યુવાનોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ઘાયલ યુવાનોને ટોંક સઆદત હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. હોસ્પિટલ પરિસરમાં ભારે ભીડ એકઠી થઈ ગઈ છે. સંબંધીઓ બેભાન છે અને ઘટનાસ્થળે અંધાધૂંધી છે. વહીવટીતંત્ર અને પોલીસ ઘટનાસ્થળે હાજર છે અને રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. તમામ મૃતકો જયપુરના રહેવાસી હોવાનું કહેવાય છે.
બનાસ નદીમાં ડૂબી ગયેલા બધા મૃતકો જયપુરના હોવાનું કહેવાય છે અને મિત્રો છે. આ બધા મિત્રો પિકનિક માટે ભેગા થયા હતા. આ અકસ્માત આ સમય દરમિયાન થયો કારણ કે તેમને ખબર નહોતી કે પાણી કેટલું ઊંડું છે. જ્યારે એક યુવક ડૂબવા લાગ્યો, ત્યારે એકબીજાને બચાવવાનો પ્રયાસ કરતા ઘણા યુવાનો પાણીમાં ડૂબી ગયા. 3 યુવાનો હજુ પણ ગુમ છે અને તેમની શોધ ચાલી રહી છે.
ટોંક જિલ્લાના એસપી વિકાસ સાંગવાને જણાવ્યું હતું કે, જયપુરથી 11 યુવાનો પિકનિક માટે ટોંક આવ્યા હતા. બધાની ઉંમર 20 થી 25વર્ષની હોવાનું કહેવાય છે. બનાસ નદીના જૂના પુલ પાસે, બધા પાણીમાં ઉતર્યા અને નહાવા લાગ્યા. નહાતી વખતે, એક યુવક ડૂબવા લાગ્યો, તેને બચાવવાના પ્રયાસમાં, એક પછી એક બધા ડૂબવા લાગ્યા. કોઈક રીતે સ્થાનિક લોકોએ ત્રણને બચાવ્યા, પરંતુ 8 લોકોના જીવ બચાવી શકાયા નહીં. ટોંકની સઆદત હોસ્પિટલમાં મોટી ભીડ એકઠી થઈ ગઈ છે. પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. જિલ્લા પોલીસ અધિક્ષક વિકાસ સાંગવાન, અધિક પોલીસ અધિક્ષક બ્રિજેન્દ્ર સિંહ અને એસડીએમ અને અન્ય અધિકારીઓ હોસ્પિટલમાં હાજર છે. સ્થાનિક વહીવટીતંત્રે અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે.