ગુજરાત
પ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુના પત્નીનું નિધન થયું છે. મોરારીબાપુના ધર્મ પત્ની નર્મદાબેન મોરારીદાસ હરિયાણીનું નિધન થયું છે.
નર્મદાબેનની થોડા સમયથી તબિયત ખરાબ હતી અને બે દિવસથી અન્નનો ત્યાગ કર્યો હતો

જ્યના પ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુના પત્નીનું નિધન થયું છે. મોરારીબાપુના ધર્મ પત્ની નર્મદાબેન મોરારીદાસ હરિયાણીનું નિધન થયું છે. નર્મદાબેને ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ખાતેના તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા.
કથાકાર મોરારીબાપુના લગ્ન નર્મદાબેન સાથે વણોટ ગામે થયા હતા. આ તરફ આજે તેમના નિધન બાદ તેમની અંતિમવિધિ સવારે 9 વાગ્યે તલગાજરડા મુકામે યોજવામાં આવશે. તેમના નિધનના સમાચાર મળતાં જ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
વિગતો મુજબ મોરારીબાપુના પત્ની નર્મદાબેનની થોડા સમયથી તબિયત ખરાબ હતી અને બે દિવસથી અન્નનો ત્યાગ કર્યો હતો. નર્મદાબેને 75 વર્ષની ઉંમરમાં દેહ છોડ્યો છે. મોરારીબાપુના લગ્ન વણોટ ગામે નર્મદાબા સાથે થયા હતા. આજે તેઓની સમાધિ વિધિ તલગાજરડા મુકામે કરવામાં આવશે.
Poll not found