રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના નેતા બાબા સિદ્દીકીના હાઇ-પ્રોફાઇલ હત્યા કેસમાં માસ્ટર માઈન્ડની કેનેડાથી અટકાયત કરવામાં આવી ,
12 ઓક્ટોબર, 2024 ના રોજ સિદ્દીકીની ગોળી મારીને હત્યા થયા પછી તરત જ ભારતથી ભાગી ગયેલા અખ્તર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પહેલાથી જ જારી કરવામાં આવી હતી.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના નેતા બાબા સિદ્દીકીના હાઇ-પ્રોફાઇલ હત્યા કેસમાં માસ્ટર માઈન્ડની કેનેડાથી અટકાયત કરવામાં આવી છે. હત્યા પાછળનો મુખ્ય સૂત્રધાર હોવાનો આરોપ લગાવતા ઝીશાન અખ્તરની કેનેડિયન અધિકારીઓ દ્વારા અટકાયત કરવામાં આવી છે તેવું જાણવા મળી રહ્યું છે.
12 ઓક્ટોબર, 2024 ના રોજ સિદ્દીકીની ગોળી મારીને હત્યા થયા પછી તરત જ ભારતથી ભાગી ગયેલા અખ્તર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પહેલાથી જ જારી કરવામાં આવી હતી.
તપાસમાં જાણવા મળ્યું છે કે, તેને ફારુક ખોખર ગેંગના મુખ્ય સભ્ય, પાકિસ્તાની અંડરવર્લ્ડ વ્યક્તિ શહેઝાદ ભટ્ટી દ્વારા દેશમાંથી ભાગી જવા માટે મદદ મળી હતી.
જાલંધરના વતની ઝીશાનની 2022 માં ધરપકડ કરવામાં આવી હતી અને જૂન 2024 માં તેની મુક્તિ સુધી પટિયાલા જેલમાં રાખવામાં આવ્યો હતો. તેના પર પંજાબમાં હત્યા, હત્યાનો પ્રયાસ અને લૂંટ સહિતના અનેક આરોપો છે.
પોલીસ રેકોર્ડ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે મજબૂત સંબંધો અને પુણે સ્થિત ગેંગસ્ટર સૌરભ મહાકાલ સાથે જોડાણ દર્શાવે છે, જેની અગાઉ અભિનેતા સલમાન ખાનના પિતા સલીમ ખાન સાથે સંકળાયેલા ધમકી પત્ર કેસમાં પૂછપરછ કરવામાં આવી હતી.
ઝીશાન બાબા સિદ્દીકી હત્યા કાવતરામાં મુખ્ય આરોપી શુભમ લોંકર સાથે પણ સીધો સંપર્કમાં હતો. ક્રાઈમ બ્રાન્ચે બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI) ના વડા હરવિંદર સિંહ ઉર્ફે રિંડા અને ગેંગસ્ટર હેપ્પી પાસિયા સહિત અન્ય મુખ્ય ઓપરેટિવ્સ સાથે તેના સંભવિત સંબંધોને નકારી કાઢ્યા નથી, જે બંને પાકિસ્તાનથી ઓપરેટ થઈ રહ્યા હોવાનું માનવામાં આવે છે.