આજ નું રાશિફળ – Today’s Rashifal – 12 June 2025 ,
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

આજનું પંચાંગ
12 06 2025 ગુરુવાર, માસ જેઠ, પક્ષ વદ, તિથિ એકમ, નક્ષત્ર મૂળ, યોગ શુભ, કરણ કૌલવ, રાશિ ધન (ભ.ધ.ફ.ઢ.) ,
મેષ (અ.લ.ઈ.)
ઉતાવળા નિર્ણયો લેવા નહીં અને પરિવારમાં તણાવ રહેશે તેમજ સ્વાસ્થ્ય બાબતે ચડાવ ઉતાર રહેશે, શેર બજારમાં સાચવવું ,
વૃષભ ,(બ.વ.ઉ.)
આ રાશિના જાતકોને શેર લે વેચમાં સફળતા મળશે તેમજ ધાર્મિક કાર્યોની સંભાવના છે તો કોર્ટ કચેરીમાં નુકસાન થાય, જૂના મિત્રોથી મુલાકાત થાય ,
મિથુન (ક.છ.ઘ.)
બૌદ્ધિક વિકાસ થશે અને પરિવારમાં શાંતિ જણાશે તેમજ તબિયત બાબતે કાળજી રાખવી તો દાંપત્ય જીવનમાં હૂંફ મળે ,
કર્ક (ડ.હ.)
કર્ક રાશિના જાતકોને શત્રુઓથી સાવધાન રહેવું તેમજ સમજી વિચારીને કામ કરવું અને ધંધામાં ફાયદો થશે, કર્મચારીથી સહયોગ મળે ,
સિંહ (મ.ટ)
સિંહ રાશિના જાતકોને મહેનત વધુ સફળતા ઓછી મળે તેમજ ધંધામાં ધ્યાન આપો તો મધ્યસ્થી બનતા પહેલા વિચારો, સંતાનોનો પ્રશ્નોનોમાં હળવાશ રહેશે ,
કન્યા (પ .ઠ.ણ.)
મોસાળથી લાભ અને માતાના આશીર્વાદથી શાંતિ અને બોલતા પહેલા ધ્યાન રાખવું તો સગા વ્હાલાથી લાભ થાય ,
તુલા (ર.ત.)
તુલા રાશિના જાતકોને ભાઈ ભાંડુથી લાભ તેમજ પરાક્રમમાં વૃદ્ધિ થશે અને ભાગ્યોદયની ઉત્તમ તક મળશે, તબિયતની કાળજી લેવી ,
વૃશ્ચિક (ન.ય.)
આ રાશિના જાતકોને ભાગીદારીના કામથી લાભ થશે તેમજ વેપારીઓ સાથેના સંબંધોથી લાભ થશે તો કોઈપણ પ્રકારની ઉધારી થી સાચવવું, લેવડ દેવડ માં કાળજીથી કામ લેવું ,
ધન (ભ.ધ.ફ.ઢ.)
ભાગ્યોદય માટે નવી તકો મળશે અને ધીરજથી કામની શરૂઆત કરવી તેમજ કોઈ કામમાં ઉતાવળ ન કરવી, અચાનક બહારગામ જવાનું થાય ,
મકર (ખ.જ.)
મકર રાશિના જાતકોને માતાના સ્વાસ્થ્યમાં સાચવવું તેમજ નોકરિયાત વર્ગને ખર્ચમાં વધારો થશે, કોઈ સારા સમાચાર મળશે તો પરિવાર સાથે માંગલિક પ્રસંગમાં જવાનું થશે ,
કુંભ (ગ.શ.સ.ષ.)
કુંભ રાશિના જાતકોને હરીફાઈવાળા કામમાં સફળતા મળશે તેમજ ભાઈભાંડુથી ઉત્તમ લાભ થશે તો સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે, કરેલી મહેનત સારૂ ફળ આપશે ,
મીન (દ.ચ.ઝ.થ.)
મીન રાશિના જાતકોને ધનનુ સારું સુખ મળશે તેમજ પરિવારમાં તણાવ રહેશે તો નાના મોટા રોકાણમાં લાભ થશે, જમીનના લગતા કામમાં ફાયદો થશે ,