ગુજરાતમાં સતત બીજા દિવસે નવા કેસો 200 થી વધુ: કુલ એકટીવ દર્દી 1227 તેમાંથી 23 હોસ્પીટલમાં સારવાર હેઠળ
ભગવાન જગન્નાથજીની રથયાત્રા જેવા પ્રસંગોમાં વૃધ્ધો-બિમારી લોકો રૂબરૂ દર્શન કરવાનો આગ્રહ રાખવાનાં બદલે ઘરબેઠા જ દર્શન કરે તે સલાહભર્યું છે.

ગુજરાતમાં કોરોનાના નવા કેસોની સંખ્યા સતત બીજા દિવસે 200 થી વધુ રહી હતી અને સંક્રમણ સતત વધી રહ્યું હોવાથી રાજય સરકારે રથયાત્રા જેવા ધાર્મિક પ્રસંગો તથા સ્કુલ-કોલેજો ખુલવાને પગલે લોકોને વધુ સતર્ક રહેવાની સલાહ આપી છે. વૃદ્દા-બિમાર લોકોને રથયાત્રા જેવા ભીડભાડવાળા પ્રસંગોથી દુર રહીને ઘેરથી જ દર્શન કરવા અનુરોધ કર્યો છે.
ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. સતત બીજા દિવસે ચોવીસ કલાકનાં કેસોની સંખ્યા 200 થી વધુ હતુ. સોમવારે 205 મંગળવારે 223 કેસ નોંધાયા હતા. આ સાથે એકટીવ કેસોની સંખ્યા 1227 થઈ હતી તેમાંથી 1204 હોમ આઈસોલેટ છે.જયારે 23 હોસ્પીટલોમાં સારવાર હેઠળ છે.
દરમ્યાન રાજયનાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કોરોનાથી ગભરાટ કે ચિંતા રાખવાની જરૂર ન હોવાનો પુનરોચ્ચાર કરવા સાથે એમ કહ્યું હતું કે ભગવાન જગન્નાથજીની રથયાત્રા જેવા પ્રસંગોમાં વૃધ્ધો-બિમારી લોકો રૂબરૂ દર્શન કરવાનો આગ્રહ રાખવાનાં બદલે ઘરબેઠા જ દર્શન કરે તે સલાહભર્યું છે.
25 દિવસથી કોરોનાના કેસ વધી રહ્યા છે. તેને નવી લહેર કહી શકાય તેમ નથી.કારણ કે મુળ સંક્રમણ બાદ ચોથી વખત આ પ્રકારની સ્થિતિ છે. કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્કમાં હોવાનો પણ તેમણે નિર્દેશ કર્યો હતો.
શરદી,ખાંસી, ગળામાં દુખાવા જેવા લક્ષણોમાં લોકો જાતે હોમ કવોરટાઈન થઈને સારવાર કરાવે આ લોકો તથા દર્દીઓ ભીડભાડથી બચે તેવી પણ સલાહ આપી હતી.
► વડાપ્રધાન મોદીને મળતા લોકો-મંત્રીઓ માટે કોરોના ટેસ્ટ ફરજીયાત: દેશમાં કુલ કેસ 7100ને પાર
ચોવીસ કલાકમાં વધુ 6 લોકોના મોત: સતત વધતું સંક્રમણ ,
ભારતમાં કોરોનાના સતત વધતા સંક્રમણ પર કેન્દ્રથી માંડીને રાજયોની સરકારો સતત નજર રાખી રહી છે ત્યારે ચોવીસ કલાકમાં નવા 326 કેસ સાથે એકટીવ કેસોની સંખ્યા 7121 થઈ હતી.
આ દરમ્યાન 6 લોકોનાં મોત થયા હતા તેમાં ત્રણ કેરળમાં, બે કર્ણાટકમાં તથા એકનું મહારાષ્ટ્રમાં મોત થયુ હતુ. અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક 74 થયો હતો કેરળમાં નવા 170 કેસ નોંધાયા હતા. દિલ્હીમાં નવા 66 કેસ હતા.
દરમ્યાન કોરોના પર સતત વોચ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળતા લોકો માટે કોવીડ ટેસ્ટ ફરજીયાત બનાવાયો છે. પ્રધાનો-અધિકારીઓથી માંડીને તમામ માટે તે ફરજીયાત કરાયો છે.