જાણવા જેવું

આંધ્ર પ્રદેશ સરકારની નવી જાહેરાત:વધુ બાળકો ધરાવતાં યુગલોને નાણાકીય સહાય પૂરી પાડવામા આવશે

રાજ્યમાં ઘટી રહેલા પ્રજનનદરને પહોંચી વળવા એન. ચંદ્રાબાબુ નાયડુની સરકારે નિર્ણય લીધો

આંધ્ર પ્રદેશમાં એન. ચંદ્રાબાબુ નાયડુની સરકારે નવી યોજના બનાવી છે. જેમાં તેઓએ જાહેરાત કરી છે કે વધુ બાળકો ધરાવતાં યુગલોને નાણાકીય સહાય પૂરી પાડવા મા આવશે. આ ઉપરાંત પંચાયત અને સુધરાઈની ચૂંટણીના ઉમેદવારો માટે લાગુ કરાયેલી બે બાળકોની નીતિને પણ બદલાવી દેવામાં આવી છે.

હવે બે થી વધારે બાળકો ધરાવતા ઉમેદવારો પણ ચૂંટણી લડી શકશે. આ પહેલાં બેથી વધારે બાળકો ધરાવતા લોકો ચૂંટણી લડી શકતા નહોતા. રાજ્યમાં ઘટી રહેલા પ્રજનનદરને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર લોકોને મોટા પરિવારો રાખવા માટે પ્રોત્સાહિત કરવાની યોજના બનાવી રહી છે.

આ સંદર્ભમાં આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ કહ્યું હવે ઈન્વેસ્ટમેન્ટ ઈન ઘુમન કેપિટલ (માનવમૂડીમાં રોકાણ) પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. હું એક પરિવારને એક એકમ તરીકે ગણીને નાણાકીય પ્રોત્સાહન આપવાનું વિચારી રહ્યો છું. મોટા પરિવારો વધુ પ્રોત્સાહનો મેળવી શકે છે. ઝીરો પોવર્ટી પહેલ હેઠળ મેં પહેલેથી જ એક રસપ્રદ મોડલ શરૂ કર્યું છે.

જેમાં શ્રીમંત લોકો ગરીબ પરિવારોને દત્તક લેશે. આ પગલું માત્ર આવકની અસમાનતાઓ દૂર નહીં કરે, સમગ્ર પરિવારનું કલ્યાણ પણ સુનિશ્ચિત કરશે.મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ એવી પણ જાહેરાત કરી હતી કે આંધ્ર પ્રદેશમાં મહિલા કર્મચારીઓ ગમે એટલી વખત પ્રસૂતિની રજાનો લાભ લઈ શકે છે. પહેલાં એ ફક્ત બે પ્રસૂતિ સુધી મર્યાદિત હતી. હવે આ પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button