ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશના બીજા જ દિવસે વધુ એક વિમાનમાં ખામી સર્જાઈ છે. એર ઈન્ડિયા એક્સપ્રેસની બેંગકોક-સુરત ફ્લાઇટના એન્જિનમાં થ્રસ્ટનો પ્રોબ્લેમ સર્જાયો હતો ,

ફ્લાઇટના એન્જિનમાં થ્રસ્ટનો પ્રોબ્લેમ થતાં ફ્લાઇટ ટેકઓફ થઈ શકી ન હતી અને ખામી સર્જાતા 190 પેસેન્જરોને ઉતારવાની ફરજ પડી

અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ હવે ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અમદાવાદ પ્લેન ક્રેશના બીજા જ દિવસે વધુ એક વિમાનમાં ખામી સર્જાઈ છે. એર ઈન્ડિયા એક્સપ્રેસની બેંગકોક-સુરત ફ્લાઇટના એન્જિનમાં થ્રસ્ટનો પ્રોબ્લેમ સર્જાયો હતો. આ તરફ પ્રોબ્લેમના કારણે ફ્લાઇટ ટેકઓફ થઈ શકી ન હતી અને ખામી સર્જાતા 190 પેસેન્જરોને ઉતારવાની ફરજ પડી હતી. નોંધનીય છે કે, અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટનામાં 265 લોકોના મોત થયા છે.

સુરત-બેંગકોક ફ્લાઇટને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં AIની એક્સપ્રેસની બેંગકોક-સુરત ફ્લાઇટના એન્જિનમાં થ્રસ્ટનો પ્રોબ્લેમ થતાં ફ્લાઇટ ટેકઓફ થઈ શકી ન હતી. પ્રાથમિક વિગતો મુજબ આ ફ્લાઇટ શુક્રવારે બેંગકોક એરપોર્ટથી સાંજે 4.45 વાગ્યે ટેકઓફ થવાની હતી. જોકે ખામી સર્જાતા 190 પેસેન્જરોને ઉતારવાની ફરજ પડી હતી. માહિતી પ્રમાણે ટેક્નિકલ ખામીના કારણે તમામ પેસેન્જરોને નીચે ઉતારવા પડ્યા હતા.

આ તરફ ટેક્નિકલ ખામી સુધારવાની કામગીરી હાથ ધરાઈ હતી. જોકે મોડી રાત સુધી ફ્લાઇટના એન્જિનની થ્રસ્ટની ટેક્નિકલ ખામી સુધરી ન હતી. આ તરફ હવે ફ્લાઇટના એન્જિનની થ્રસ્ટની ટેક્નિકલ ખામી નહીં સુધરતા 190 પેસેન્જરોનો પ્રવાસ બગડ્યો હતો.

News Click 24

Poll not found

Related Articles

Back to top button