ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના આજે અંતિમ સંસ્કાર કરાશે. તેમના નિધનને પગલે આજે એટલે કે 16 જૂને એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આજે રાષ્ટ્ર ધ્વજ અડધી કાઠીએ ફરેકલો રહેશે.
સરકારે વિજય રૂપાણીના પરિવારને અંતિમ વિધિનો કાર્યક્રમ નક્કી કરવા માટેની છુટ આપી હતી. જે અનુસંધાને તેમનાં પરિવાર દ્વારા સરકારને અપાયેલા માર્ગદર્શન અનુસાર તેમના અંતિમ સંસ્કારનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ધટનામાં જીવ ગુમાવનાર ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના આજે અંતિમ સંસ્કાર કરાશે. તેમના નિધનને પગલે આજે એટલે કે 16 જૂને એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આજે રાષ્ટ્ર ધ્વજ અડધી કાઠીએ ફરેકલો રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદથી લંડન જઇ રહેલી AI 171 ફ્લાઇટ અમદાવાદમાં ક્રેશ થઇ અને માત્ર એક વ્યક્તિને બાદ કરતા તમામ મુસાફરોનાં મોત નિપજ્યાં છે. જેમાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પણ સમાવેશ થાય છે. તેઓ ફાધર્સ ડે હોવાથી પોતાની પુત્રીને મળવા માટે જઇ રહ્યા હતા. જો કે ગોઝારી દુર્ઘટનામાં તેમનું મોત નિપજ્યું છે.
ગઇકાલે તેમના DNA મેચ થઇ જતા તેમનાં પાર્થિવ દેહને સંપુર્ણ રાજકીય સન્માન સાથે વિદાય આપવા માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી..સરકારે વિજય રૂપાણીના પરિવારને અંતિમ વિધિનો કાર્યક્રમ નક્કી કરવા માટેની છુટ આપી હતી. જે અનુસંધાને તેમનાં પરિવાર દ્વારા સરકારને અપાયેલા માર્ગદર્શન અનુસાર તેમના અંતિમ સંસ્કારનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
સવારે 11 વાગ્યે ગાંધીનગર નિવાસ સ્થાનેથી પાર્થિવ દેહનો સ્વીકાર કરવા માટે તેમનો પરિવાર રવાના થશે. 11.30 વાગ્યે પાર્થિવ દેહનો સ્વીકાર કરશે. 11.30 થી 12.30 સિવિલ હોસ્પિટલથી એરપોર્ટ જવા રવાના થશે. 12.30 તેમના પાર્થિવ દેહને લઇને વિમાન રાજકોટ જવા રવાના થશે.
બપોરે 2 થી 2.30 રાજકોટ એરપોર્ટથી ગ્રીન લેન્ડ ચોકડી સુધી પહોંચશે. 2.30 થી 04.00 વાગ્યા સુધી વિજય રૂપાણીનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકોટ નિવાસ સ્થાને જવા માટે રવાના થશે. આ દરમિયાન ગ્રીનલેન્ડ ચોકડીથી, રણછોડદાસબાપુ આશ્રમ રોડ, બાલક હનુમાન ચોકથી કેડીથી સંત કબીર રોડથી સરદાર સ્કુલ પાસેથી પૂજીત રૂપાણી ટ્રસ્ટથી ભાવનગર રોડ થઇને પારેવડી ચોકથી કેસરીહિંદ પુલથી સીવીલ હોસ્પિટલથી ચૌધરી હાઇસ્કુલથી બહુમાળી ભવનથી જીલ્લા પંચાયત ચોકથી કિશાનપરા ચોકથી હનુમાનમઢી ચોક રૈયા રોડથી નિર્મલા કોન્વેન્ટ રોડથી પ્રકાશ સોસાયટી તેમનાં નિવાસ સ્થાને પહોંચશે. 4થી 5 વાગ્યા દરમિયાન પાર્થિવ દેહને નિવાસ સ્થાને દર્શન માટે મુકાશે.. ત્યાં તેમને સંપુર્ણ રાજકીય સન્માન આપવામાં આવશે. ત્યાર બાદ સાંજે 5 વાગ્યા બાદ તેમના સંપુર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.