ઈરાનના અણુકાર્યક્રમને નષ્ટ કરવા જરૂર પડે તે તપાસ કરીશું : ઈઝરાયેલ ઈરાન ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવા માંગતુ હતું : નેતાન્યાહુ ,
અણુ કાર્યક્રમમાં ટ્રમ્પ સૌથી મોટું વિધ્ન હોવાનું ઈરાન માને છે : આ અભિયાનમાં તેઓ ટ્રમ્પના જુનીયર પાર્ટનર હોવાનો ઈઝરાયેલના PM નો દાવો : હું પણ ઈરાનના ટાર્ગેટ પર છું

ઈરાન પર સતત એરસ્ટ્રાઈક અને આ દેશના અણુકાર્યક્રમને ખત્મ કરી રહેલા ઈઝરાયેલ એ હવે નવો ધડાકો કર્યો છે કે, ઈરાનનું ટાર્ગેટ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હતા જેથી તે આ પ્લાન પર આગળ વધી રહ્યું હતું.
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહુને આ ધડાકો કરતા જણાવ્યુ કે, ઈરાન તેના અણુકાર્યક્રમો પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મોટું વિધ્ન ગણાતા હતા. ફોકસ ન્યુઝે નેતાન યાહુને ટાંકીને આ અહેવાલમાં જણાવ્યું કે ઈરાન માટે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નંબર વન દુશ્મન છે.
ઈઝરાયેલ વડાપ્રધાને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને એક મજબૂત નિર્ણાયક નેતા ગણાવતા ઉમેર્યુ કે, બીજા પોતાની નબળાઈ સમજીને વાટાઘાટનો માર્ગ લેતા હોય છે પણ ટ્રમ્પ તેવા નથી. તેઓએ બાઈડન સહિતના અમેરિકી પ્રમુખોનું નામ લીધા વગર કહ્યું કે અનેક નેતાઓએ ઈરાનને યુદ્ધ યુરેનીયમ બનાવવા સુધી જવા દીધુ હતુ.
તેનાથી ઈરાન અણુબોમ્બ બનાવવાની ક્ષમતા ધરાવતુ થયુ છે પણ ઈરાન પાસે અણુશસ્ત્ર હોવા જોઈએ નહી અને તેથી જ તે ઈરાન યુરેનીયમને યુદ્ધ કરી તે પણ ટ્રમ્પે સ્વીકાર્યુ નથી. નેતાન યાહુએ દાવો કર્યો કે હું પણ ઈરાનના ટાર્ગેટ પર છું તેથી જ મારા આવાસની બેડરૂમની બારીઓ ભણી મિસાઈલ દાગ્યા હતા.
ઈરાનના અણુકાર્યક્રમ અને અણુશસ્ત્ર બનાવતા રોકવાના ડોનાલ્ડ ટ્રમ્પના જૂનીયર પાર્ટનર તરીકે નેતાન યાહુએ ખુદને ગણાવ્યા હતા. તેઓએ કહ્યું કે ઈઝરાયેલ પર અણુ હુમલાનું બહુ જલ્દી અમલમાં આવે તેવું જોખમ હતું અને તેથીજ તેઓએ તાત્કાલીક હુમલો કરવો પડયો હતો.
અમો ઈરાનના અણુકાર્યક્રમને નષ્ટ કરવા જે કંઈ જરૂરી હોય તે કરીશું. હાલના ઈઝરાયેલના રાઈસીંગ લાયનને લશ્કરી ઓપરેશન ઈતિહાસનું એક સૌથી મોટુ ઓપરેશન ગણાવ્યું હતું.