ભાવનગરના જેસરમાં આભ ફાટ્યું, સવા 9 ઇંચ વરસાદ ખાબક્યો પહેલા વરસાદે જ ભાવનગરનું તલગાજરડા ડૂબ્યું, ગામમાં છાતી સુધીના પાણી ભરાઈ ગયા છે ,
સ્કૂલના 40 બાળકો નદીના કોઝ-વેમાં ફસાયા છે.

સૌરાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી થઇ છે. ત્યારે આજ સવારથી ભાવનગરમાં મેઘરાજા મહેરબાન થયા છે. સવારથી પડી રહેલા વરસાદને પગલે ભાવનગરવાસીઓને આકરી ગરમીમાંથી રાહત મળી છે.. જો કે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા પણ થઇ છે. જનજીવન ખોરવાયું છે. તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લહોર દોડી ગઇ છે.
ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ સાથે જ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. વરસાદના લીધે જળાશયોમાં નવા નીર આવ્યા આવ્યા સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસારાઈ ગઈ છે. જેથી ખેડૂતોમાં આનંદનો માહોલ છે.
ભાવનગર જિલ્લામાં જેસર તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. જેસર તાલુકામાં સવા 9 ઇંચ વરસાદ નોંધાયો છે આ સિવાય શાંતિનગર, તાતણીયા, ઈટીયા, કરલા, સરેરા, કોટામોઈ, બિલા, અયાવેજ, રાણપડા, છાપરીયાળી, દેપલા સહિતના ઘણા ગામોમાં પણ વરસાદ આવ્યો છે.
પરંતુ પહેલા વરસાદે જ ભાવનગરનું તલગાજરડા ડૂબ્યું, ગામમાં છાતી સુધીના પાણી ભરાઈ ગયા છે. આ દરમિયાન સર્વોદય સ્કૂલના 40 બાળકો નદીના કોઝ-વેમાં ફસાયા છે. બાળકો શાળાએથી છૂટીને ઘરે જઇ રહ્યા હતા ત્યારે પાણીના ધસમસતા પ્રવાહ બાળકો વચ્ચે ફસાયા છે, જેથી તંત્ર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવી ગયું છે.
આ સિવાય ભાવનગરના નીચા કોટડા, કળસાર, નૈપ સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ આવ્યો છે ત્યારે મહુવા તાલુકામાં 6 ઇંચથી વધુ વરસાદને કારણે વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખૂબ આનંદ જોવા મળી રહ્યો છે.