જાણવા જેવું

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે અમેરિકા પણ યુદ્ધમાં સામેલ થવા જઈ રહ્યું છે , આગામી 48 કલાક મહત્ત્વપૂર્ણ, ટ્રમ્પના 4 મોટા નિર્ણય ,

ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે, 'ઈરાને તે ડીલ પર હસ્તાક્ષર કરવા જોઈતા હતા જેના પર મેં તેમને સહી કરવાનું કહ્યું હતું. આ કેટલી શરમજનક વાત છે અને માનવ જીવનનો બગાડ છે. સીધા શબ્દોમાં કહીએ તો, ઈરાન પાસે પરમાણુ હથિયાર ન હોઈ શકે. મેં આ વારંવાર કહ્યું છે! સૌએ તરત જ તેહરાન ખાલી કરી દેવું જોઈએ!'

 ઇઝરાયલ અને ઈરાન વચ્ચે 17 જૂને પાંચમા દિવસે પણ યુદ્ધ ચાલુ છે, બંને એકબીજા પર હુમલા કરી રહ્યા છે. આ બધાની વચ્ચે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના લોકોને ચેતવણી આપતા કહ્યું છે કે તમે તેહરાન ખાલી કરીને બીજે ક્યાંક જતા રહો. ઈરાને પરમાણુ હથિયારોના વિકાસ પર રોક લગાવવા માટે અમેરિકા સાથે સમજૂતી કરવાનો ઇનકાર કર્યો છે. આ ઉપરાંત, વ્હાઇટ હાઉસે જણાવ્યું કે મધ્ય પૂર્વની તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટ્રમ્પ કેનેડામાં ચાલી રહેલી ગ્રુપ ઓફ સેવન (G7) શિખર સંમેલન પૂરું થાય તે પહેલાં જ એક દિવસ વહેલા રવાના થઈ ગયા.

ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે, ‘ઈરાને તે ડીલ પર હસ્તાક્ષર કરવા જોઈતા હતા જેના પર મેં તેમને સહી કરવાનું કહ્યું હતું. આ કેટલી શરમજનક વાત છે અને માનવ જીવનનો બગાડ છે. સીધા શબ્દોમાં કહીએ તો, ઈરાન પાસે પરમાણુ હથિયાર ન હોઈ શકે. મેં આ વારંવાર કહ્યું છે! સૌએ તરત જ તેહરાન ખાલી કરી દેવું જોઈએ ,

એવામાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું અમેરિકા આ યુદ્ધમાં સામેલ થવા જઈ રહ્યું છે? ટ્રમ્પે પહેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અમેરિકાએ ઇઝરાયલના સૈન્ય હુમલામાં ભાગ લીધો નથી, પરંતુ એ શક્ય છે કે આપણે તેમાં સામેલ થઈ શકીએ. તેમણે ચેતવણી આપી હતી કે ઇરાન દ્વારા અમેરિકી સેના પરના કોઈપણ હુમલાનો ગંભીર જવાબ આપવામાં આવશે. હવે ટ્રમ્પના આ 4 પગલાં દર્શાવે છે કે આગામી 48 કલાક મહત્ત્વના બની શકે છે:

1. ઈરાનના લોકોને તેહરાન ખાલી કરવા કહેવું.

2. મિડલ ઇસ્ટના તણાવને કારણે G7 શિખર સંમેલન વહેલું છોડવું.

3. અમેરિકામાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક બોલાવવી.

4. મિડલ ઇસ્ટમાં સૈનિકોની તૈનાતી વધારવી.

 

News Click 24

Poll not found

Related Articles

Back to top button