ગુજરાત

પાલીતાણામાં 11.9 ઇંચ વરસાદ પડતા જનજીવન ઠપ્પ થઇ ગયુ ; વરસાદ ખાબકતા 12 ગામોનો સંપર્ક તૂટ્યો, ડેમ-નદીઓ ફૂલ ,

મૂશળધાર વરસાદથી ભાવનગર જિલ્લામાં જળબંબાકાર વરસી રહ્યો છે, 24 કલાકમાં 12 ઈંચ વરસાદથી પાલીતાણા પાણી-પાણી થયુ છે. તાજા અપડેટ પ્રમાણે, સિહોરમાં 11.6 ઇંચ, જેસરમાં 10. 7 ઈંચ વરસાદથી જળબંબાકાર થયુ છે. ઉમરાળામાં 10.4 ઇંચ, વલ્લભીપુરમાં 6.3 ઈંચ વરસાદ વરસ્યો છે

રાજ્યમાં ચોમાસાની સ્થિતિ સ્પષ્ટ થઇ ગઇ છે, કેટલાક ભાગોમાં ચોમાસું બેસી ગયુ છે. છેલ્લા 24 કલાકમાં ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં 24 કલાકમાં 221 તાલુકાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. પાલીતાણામાં વરસાદી કહેર વચ્ચે 12થી વધુ ગામોનો સંપર્ક તૂટી ગયો છે.

ગુજરાતમાં ચોમાસાનું આગામન થઇ ચૂક્યુ છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. તાજા અપડેટ પ્રમાણે, પાલીતાણામાં 11.9 ઇંચ વરસાદ પડતા જનજીવન ઠપ્પ થઇ ગયુ છે, અને વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા છે. ભારે વરસાદથી પાલીતાણા-સિહોરને જોડતા 12 ગામનો સંપર્ક તૂટી ગયો છે. રંડોળાથી સિહોરને જોડતો પૂલ તૂટી જતા આ સંપર્ક કપાયો છે. જેમાં બુઢણા, લવરડા, ઢંઢુસર, સરકડીયા, ગુંદળા, ટાણા સહિતના ગામો હાલ સંપર્ક વિહોણા થયા છે. પાલીતાણામાં 24 કલાકમાં ખાબક્યો છે 12 ઈંચ વરસાદથી નદીઓ પણ બે કાંઠે વહી રહી છે, આજે પણ ભારે વરસાદનું અનુમાન છે.

મૂશળધાર વરસાદથી ભાવનગર જિલ્લામાં જળબંબાકાર વરસી રહ્યો છે, 24 કલાકમાં 12 ઈંચ વરસાદથી પાલીતાણા પાણી-પાણી થયુ છે. તાજા અપડેટ પ્રમાણે, સિહોરમાં 11.6 ઇંચ, જેસરમાં 10. 7 ઈંચ વરસાદથી જળબંબાકાર થયુ છે. ઉમરાળામાં 10.4 ઇંચ, વલ્લભીપુરમાં 6.3 ઈંચ વરસાદ વરસ્યો છે. ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાતા સ્થિતિ વિકટ બની છે. માલમ ડેમ પણ ભરાયો છે અને નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે.

આજે કયાં પડશે વરસાદ

17 જૂન મંગળવાર એટલે કે આજે  અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર,  પંચમહાલ, દાહોદ, મહાસાગર અરવલ્લી, ખેડા,  આણંદ, જિલ્લામાં મોટા ભાગની જગ્યાએ ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે.

18 જૂને ક્યાં જિલ્લામાં પડશે વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાઠા, પાટણ,મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી,  ઉપરાંત મધ્યગુજરાતમાં ખેડા, અમદવાદના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મઘ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્માં રાજકોટ,મોરબી, ગીરસોમનાથ, બોટાદ,ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.તો કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button