જાણવા જેવું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માર્ક કાર્ની વચ્ચેની બેઠકમાં બંને દેશો ના સંબંધોમાં સુધારાના સંકેત ,

ભારત અને કેનેડા એકબીજાની રાજધાનીઓમાં હાઈ કમિશનરો (રાજદૂતો) ની ફરીથી નિમણૂક કરવા સંમત થયા છે. આ નિર્ણયને એક મહત્વપૂર્ણ રાજદ્વારી સફળતા તરીકે જોવામાં આવી રહ્યું છે.

ભારત અને કેનેડા એકબીજાની રાજધાનીઓમાં હાઈ કમિશનરો (રાજદૂતો) ની ફરીથી નિમણૂક કરવા સંમત થયા છે.  આ નિર્ણયને એક મહત્વપૂર્ણ રાજદ્વારી સફળતા તરીકે જોવામાં આવી રહ્યું છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે કેનેડાના પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના કાર્યકાળ દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા હતા. કનાનાસ્કિસમાં G7 સમિટ દરમિયાન કેનેડાના નવા વડાપ્રધાન માર્ક કાર્ની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની દ્વિપક્ષીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

મીટિંગ વિશે માહિતી આપતાં, ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે, ‘બંને દેશોના વડાપ્રધાનો આ મહત્વપૂર્ણ સંબંધમાં સ્થિરતા લાવવા માટે ક્રમિક પગલાં લેવા સંમત થયા હતા. પહેલું પગલું એ હશે કે બંને દેશોના હાઈ કમિશનરોને ટૂંક સમયમાં એકબીજાની રાજધાનીઓમાં પાછા મોકલવામાં આવશે. સમય જતાં અન્ય રાજદ્વારી પગલાં લેવામાં આવશે.’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માર્ક કાર્ની વચ્ચેની બેઠકમાં બંને દેશો વચ્ચે અટકેલી વેપાર વાટાઘાટો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે, ‘હાલમાં વેપાર વાટાઘાટો સ્થગિત હોવાથી, બંને નેતાઓએ તેમના અધિકારીઓને શક્ય તેટલી વહેલી તકે પ્રક્રિયા ફરી શરૂ કરવા સૂચના આપવાનો નિર્ણય લીધો છે.’ તેમણે કહ્યું કે બંને પક્ષો આ વાતચીત ફરી શરૂ કરવા અને સંપર્કમાં રહેવા માટે ઉત્સુક છે. આ વાતચીતનો હેતુ બંને દેશોના નાગરિકો અને વ્યવસાયો માટે નિયમિત સેવાઓ પુનઃસ્થાપિત કરવાનો હતો.

News Click 24

Poll not found

Related Articles

Back to top button